લાલ રંગની સાડીમાં છવાઈ ગઈ શાહરુખની દીકરી સુહાના
મુંબઇ, બોલિવૂડના કિંગ શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનએ એક ફોટોગ્રાફ શેર કર્યો છે કે જેમાં તે લાલ રંગની સાડીમાં જાેવા મળી રહી છે. આ સાડીમાં સુહાના ખાન ખૂબ જ સુંદર જાેવા મળી રહી છે. સુહાના ખાનનું સોશિયલ મીડિયા પર પણ સારું એવું ફેન ફોલોઈંગ છે.
સુહાના ખાન સિવાય મનીષ મલ્હોત્રાએ પણ આ સાડીમાં તેના બે ફોટોગ્રાફ્સ શેર કર્યા છે. મનીષ મલ્હોત્રાએ સુહાના ખાનને ટેગ કરતા કેપ્શનમાં લખ્યું કે S U H A N A અને આ સાથે હાર્ટ તેમજ ફાયર ઈમોજી પણ બનાવ્યું છે.
મનીષ મલ્હોત્રાની આ પોસ્ટ પર પહેલી કોમેન્ટ શાહરુખ ખાનની પત્ની એટલે કે સુહાનાની માતા ગૌરી ખાને કરી છે. ગૌરી ખાને કોમેન્ટ કરતા લખ્યું કે આ લાલ છે.
View this post on Instagram
આ વાઈબ મને ખૂબ જ પસંદ છે મનીષ. ત્યારબાદ સુહાના ખાને પણ પ્રતિક્રિયા આપતા ૩ હાર્ટ ઈમોજી શેર કર્યા છે. શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન અને પુત્રી સુહાના ખાનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર જાેવા મળે છે.
ત્યારે IPL Auction ૨૦૨૨માં બંને ભાઈ-બહેન આર્યન અને સુહાના, પિતા શાહરૂખ ખાનનું પ્રતિનિધિત્વ કરવા આવ્યા હતા. શાહરૂખના બંને બાળકો સુહાના અને આર્યનની ત્રણથી ચાર તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી.
પ્રથમ તસવીરમાં બંને ભાઈ-બહેન લેપટોપ પાસે બેસીને થોડી ચર્ચા કરતા જાેવા મળ્યા હતા, બીજી તસવીરમાં સુહાના અને આર્યન ઓક્શનની સુનાવણીમાં વ્યસ્ત જાેવા મળ્યા જ્યારે ત્રીજી તસવીરમાં સુહાના અને આર્યન ચા-કોફી બ્રેક લેતા જાેવા મળ્યા હતા.
આ તસવીરો ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. તે સમયે સુહાના અને આર્યનની ‘પ્રાઉડ મોમ’એ આ ફોટો પર પ્રતિક્રિયા આપી હતી. ગૌરી ખાને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સુહાના અને આર્યનની તસવીર શેર કરી હતી અને બંને બાળકો પર પ્રેમ વરસાવ્યો હતો. ગૌરીએ શાહરૂખ ખાનનું પ્રતિનિધિત્વ કરતા પોતાના બાળકોની તસવીર પર હાર્ટ ઈમોજી શેર કરી હતી.SSS