લાલ સિંહ ચઢ્ઢાના બોયકોટથી કો-એક્ટ્રેસ મોના સિહ દુઃખી

આમિર ખાને એવું શું ખરાબ કર્યું છે?
અગાઉ કરીના કપૂર અને આમિર ખાને પણ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનો બોયકોટ ન કરવાની વિનંતી કરી હતી
મુંબઈ,આમિર ખાન અને કરીના કપૂરની ૧૧ ઓગસ્ટે રિલીઝ થયેલી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા, જેમાં મોના સિંહ અને નાગા ચૈતન્ય પણ મહત્વના રોલમાં છે, તેનો ઘણા અઠવાડિયાથી વિરોધ થઈ રહ્યો હતો. સોશિયલ મીડિયા યૂઝર્સ ફિલ્મ અને આમિર ખાનને ટિ્વટર પર ટ્રેન્ડ કરી રહ્યા હતા અને તેને બોયકોટની માગ કરી રહ્યા હતા. ‘લાલ સિંહ ચઢ્ઢા’ રિલીઝ થઈ તો ગઈ પરંતુ આ સિલસિલો હજી યથાવત્ છે.
જેની અસર લગભગ તેના બોક્સઓફિસ કલેક્શન પર પણ જાેવા મળી રહી છે અને ફિલ્મ ધીમે ગતિએ આગળ વધતાં આશરે ૨૭ કરોડની કમાણી કરી છે. બોયકોટ ટ્રેન્ડ પર અગાઉ આમિર અને કરીનાએ રિએક્શન સામે આવ્યું છે અને હવે મોના સિંહ ફિલ્મ તેમજ કો-એક્ટરના સપોર્ટમાં આવી છે. એક ન્યૂઝ પોર્ટલ સાથે વાતચીત કરતાં મોના સિંહે કહ્યું હતું કે, આમિર ખાન નફરતને સહેજ પણ હકદાર ન હોવાથી તે દિલ તોડનારું છે.
કો-સ્ટારના વખાણ કરતાં એક્ટ્રેસે કહ્યું હતું, આમિર તેવો વ્યક્તિ છે જેણે છેલ્લા ૩૦ વર્ષમાં દરેક લોકોને મનોરંજન પૂરું પાડ્યું છે. તેણે ઉમેર્યું હતું કે, ‘બોયકોટ કરનારા લોકો ત્યારે જ બહાર આવે છે જ્યારે તેઓ જાેવા લાગે છે કે, ફિલ્મ દરેક ભારતીય પર પડઘો પાડી રહી છે. હું ખૂબ જ દુઃખી છું. મારો મતલબ છે કે, તેને લાયક બનવા માટે આમિર ખાને શું કર્યું છે?’, તેમ તેણે ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં કહ્યું હતું.
બે-ત્રણ દિવસ પહેલા કરીના કપૂરે પણ બોયકોટ ટ્રેન્ડ વિશે વાત કરતાં કહ્યું હતું ‘ફિલ્મને બોયકોટ ન કરવી જાેઈએ. તે એક સુંદર ફિલ્મ છે. અમે આ ફિલ્મ માટે ત્રણ વર્ષ રાહ જાેઈ છે. ફિલ્મને બોયકોટ કરવી તે સારા સિનેમાને બોયકોટ કરવા સમાન છે. લોકોએ આ ફિલ્મ પર ઘણી મહેનત કરી છે. અમે ૨૫૦ લોકોએ આ ફિલ્મ માટે કામ કર્યું છે. ફિલ્મ રિલીઝ થઈ તેના એક દિવસ પહેલા પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યૂમાં આમિર ખાને કહ્યું હતું ‘જાે મેં કોઈને ઠેસ પહોંચાડી છે
અથવા કોઈનું દિલ દુભાવ્યું છે તો મને તે વાતનું દુઃખ છે અને મને માફ કરી દેજાે. હું તેમનું માન જાળવું છુ જે ફિલ્મ જાેવા નથી માગતા પરંતુ વધુ લોકો તે જુએ તેમ ઈચ્છું છું’ હોલિવુડની ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિંદી રિમેક ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ પર લોકોને આમિર ખાનના જૂના નિવેદનને લઈને રોષ છે. ૨૦૧૫માં તેણે વિવાદિત નિવેદન આપતાં કહ્યું હતું કે, ‘આપણા દેશમાં ખૂબ જ અહિષ્ણુતા છે, કેટલાક લોકો તેવા છે જેઓ દુષ્ટતા ફેલાવે છે’. આ સમયે આમિર ખાનનો તો વિરોધ થયો જ હતો પરંતુ તેની પૂર્વ પત્ની કિરણ રાવ પણ નફરતનો શિકાર બની હતી જેણે પોતાના બાળકની સુરક્ષા માટે દેશ છોડવાનો વિચાર રજૂ કર્યો હતો.ss1