લાવેરી નદીનું પાણી કોતરમાં ફરી વળતાં વિરપુરનુ આકલીયાના મુવાડા ગામના લોકોનુ જનજીવન ખોરવાયું
વિરપુર: મહિસાગર જીલ્લામાં આવેલ વિરપુર તાલુકાના આકલીયાના મુવાડા ગામે મુશળધાર વરસાદ પડવાના કારણે ગામ સંપર્ક વિહોણું બન્યું હતું સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ તાલુકામાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ પડવાના કારણે આકલીયાના મુવાડા ગામને જોડતો માર્ગ પર કેડ સમા પાણી ભરાઇ જતાં એક ગામથી બીજા ગામ સુધી જઈ શકાતું નથી ઉપરાંત પાસરોડા,રોઝાવ,રીંછીયાવ,બલવાખાટ,જાંબુડી,આસપુર વિગેરે જેવા ગામોમાં ભારે વરસાદ હોવાથી તેમજ ગામોના તળાવો ભરાઇ જતાં પાસરોડાના આકલીયાના મુવાડા વિસ્તારના કોતરમાં વરસાદના ધસમસતા પાણી ફરી વળતાં મુખ્ય માર્ગ બન થઈ જતા લોકો અટવાઈ ગયા હતા
સતત બે દિવસથી અવીરત પણે પડી રહેલા ભારે વરસાદના કારણે આકલીયાના મુવાડા ગામથી સારીયા ગામ જવાનો માર્ગ બન થઈ જતા પશુપાલકો દિવસ દરમ્યાન દુધ ડેરીમાં ભરી શક્યા નથી તેમજ રોજગાર માટે પણ જઈ સકતા નથી જેના કારણે આર્થિક કટોકટી સર્જાઈ છે તેમજ ધંધા રોજગાર માટે એકજ માર્ગ હોવાથી સ્થાનિકોને ભારે તકલીફ પડી રહી છે કોતરમાં વરસાદી પાણી ભરાઇ જતાં રોજનું ૩૦૦ લીટર જેટલું દુધ પડી રહે છે જેના કારણે પશુપાલકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો વહેલી તકે કોતર પર પુલ બનાવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે…