લાશો પર રાજનીતિ કોંગ્રેસની સ્ટાઈલ છે : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી
નવીદિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેરમાં થયેલી જાનહાનિને લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર પર હુમલો કરી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશમાં કોરોનાથી મોતના સરકારી અને અંદાજિત આંકડા સાથે જાેડાયેલા ધ ન્યૂયોર્ક ટાઈમ્સના એક સમાચાર શેર કર્યા છે. રાહુલની આ ટ્વીટ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને પલટવાર કર્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને રાહુલ ગાંધીની ટ્વીટના રિપ્લાયમાં કહ્યુ કે લાશો પર રાજનીતિ કોંગ્રેસ સ્ટાઈલ. વૃક્ષો પરથી ગીધ ભલે લુપ્ત થઈ રહ્યા હોય. પરંતુ લાગી રહ્યુ છે કે તેમની ઉર્જા ધરતીના ગીધોમાં સમાઈ ગઈ હોય. રાહુલ ગાંધી જીને દિલ્હીથી વધારે ન્યૂયોર્ક પર ભરોસો છે. લાશો પર રાજનીતિ કરવાનું કોઈ ધરતીની ગીધોથી શીખે.
હકિકતમાં રહુલા ગાંધી એ ધ ન્યૂયોર્ક ટાઈમ્સના એક સમાચારને શેર કરતા ટ્વૂીટ કર્યુ હતુ કે નંબર ખોટુ નથી બોલતા. ભારત સરકાર બોલે છે. વિદેશી અખબારના આ સમાચારમાં દાવો કરવામા આવ્યો છે કે કેન્દ્ર સરકારના આંકડા અને હકિકતમાં ઘણુ અંતર છે.
કોરોના મહામારીને લઈને કોંગ્રેસ સતત કેન્દ્ર સરકાર પર નિશાનો સાધી રહી છે. કોરોનાને કાબૂ કરવાથી માંડી રસીકરણ સુધી. વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યા છે. આ દિવસો દરેક મુદ્દા પર રાહુલ સરકારને ઘરી રહ્યા છે. રાહુલે હાલમાં ટૂલકિટ મામલે દિલ્હી પોલીસના ટ્વીટરના કાર્યાલયમાં છાપામારી બાદ તેમણે કહ્યુ કે સત્ય કોઈથી ડરતુ નથી. કોંગ્રેસે ટિ્વટરથી ૧૧ કેન્દ્રીય મંત્રીઓના ટ્વીટ પર કાર્યવાહીની માંગ કરી છે.