લાહોરમાં રેલી દરમિયાન ૨ પોલીસકર્મી સહિત ૬ના મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Lahore.jpg)
લાહોર, પાકિસ્તાનના લાહોરમાં એક રેલી દરમિયાન હિંસા ભભૂકી ઉઠી હતી. આ હિંસક અથડામણમાં બે પોલીસ કર્મચારીઓ સહિત ૬ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. હકીકતમાં, શુક્રવારે ઇસ્લામિક સંગઠન તહરીક-એ-લબૈક દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી.
પાકિસ્તાન સરકારને આ પ્રદર્શનની પહેલાથી જ જાણ હતી. તેથી પોલીસ પહેલાથી જ સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી. આ પાછળનો ઉદ્દેશ્ય માત્ર એક જ હતો કે પ્રદર્શનકારીઓને ઈસ્લામાબાદ આવતા રોકવાનો. હવે આ જ હેતુને પરિપૂર્ણ કરવા માટે પોલીસ દ્વારા ૨૫૦૦ ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા. હુમલા દરમિયાન તહરીક-એ-લબ્બેકના ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે બે પોલીસ કર્મચારીઓના મોત થયા હતા.
જાણકારી માટે તમને જણાવી દઈએ કે સાદ રિઝવીની ગયા વર્ષે ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે પાકિસ્તાનમાં ફ્રાન્સ વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું હતું ત્યારે રિઝવીએ પણ તેમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. આમ તેની ધરપકડ કરવામાં આવી હતી. હવે તેની મુક્તિ માટે શુક્રવારે આ પ્રદર્શન થયું હતું.જેમાં મોટા પાયે હિંસા થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ૧૫ લોકો ખરાબ રીતે ઘાયલ પણ થયા છે, જેમની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.
આ સમયે લાહોરમાં મોટા પાયે ઘેરાબંધી કરવામાં આવી છે. એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ બંને પર કન્ટેનર લગાવવામાં આવ્યા છે. ટીટીપીના વિરોધીઓ આગળ ન વધી શકે તે માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જાે પાકિસ્તાન સરકારે સમયસર પોતાનું એક વચન પૂરું કર્યું હોત તો આ હિંસા ટાળી શકાઈ હોત.
આ સમયે જ્યારે રિઝવીને ટીટીપીમાંથી મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી. તેની સાથે તેણે ફ્રેન્ચ રાજદૂતને હાંકી કાઢવાની પણ અપીલ કરી હતી. તે માંગ બાદ જ પાકિસ્તાન સરકારે નેશનલ એસેમ્બલીમાં ઠરાવ પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ ત્યારબાદ સ્પીકરે ફ્રાન્સના રાજદૂતની હકાલપટ્ટી અંગે એક સમિતિની રચના કરી અને વિપક્ષ અને સરકાર બંનેને આ મુદ્દાને વાટાઘાટો દ્વારા ઉકેલવા નિર્દેશ આપ્યો.પરંતુ હજુ સુધી એક પણ બેઠક મળી નથી અને આ માંગણી અધુરી રહી છે. પરિણામ એ આવ્યું કે શુક્રવારે લાહોરમાં થયેલી આ હિંસામાં અત્યાર સુધીમાં કુલ ૬ લોકોએ જીવ ગુમાવ્યા છે.HS