લાહોર સ્ટેડિયમની પિચ સંદર્ભે પાકે. આઈસીસીની મદદ માગી
નવી દિલ્હી, ઓસ્ટ્રેલિયાના પાકિસ્તાન પ્રવાસ પર અત્યાર સુધી રમાયેલી બંને ટેસ્ટ મેચ ડ્રો રહી છે. પ્રથમ બે ટેસ્ટ મેચો માટે તૈયાર કરવામાં આવેલી પિચોને લઈને સતત આલોચનાકેપઃના સામનો કરી રહેલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં સોમવારે શરૂ થઈ રહેલી ત્રીજી અને અંતિમ તૈયારિયો પર નજર રાખવા માટે આઈસીસી એકેડમીના પૂર્વ મુખ્ય ક્ટૂરેટર ટોબી લમ્સડેનની મદદ માગી છે.
પ્રથમ બે ટેસ્ટ મેચોમાં કુલ ૮ સદી ફટકારી હતી જેમાંથી ૬ સદી પાકિસ્તાની બેટ્સમેને ફટકારી હતી. કરાંચીમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ બે સદી ફટકારી હતી. બંને મેચોમાં ૨૩૦૦થી વધારે રન બનાવ્યા હતા. રાવલપિંડીમાં પ્રથમ ટેસ્ટમાં માત્ર ૧૪ વિકેટ પડી હતી જ્યારે કરાચીમાં બીજી મેચમાં ૨૮ વિકેટ પડી હતી.
પીસીબીએ પુષ્ટિ કરી છે કે, લમ્સડેન ૧૦ દિવસ માટે લાહોર પહોંચી ગયા છે અને તેઓ ત્રીજી ટેસ્ટ મેચ માટે પિચ તૈયાર કરવામાં સ્થાનિક ક્યૂરેટરોની મદદ કરશે. આ દરમિયાન પાકિસ્તાનના ભૂતપૂર્વ તેજ બોલર આકિબ જાવેદે કહ્યું કે, પીસીબીએ સ્પિનરો માટે મદદરૂપ બને તેવી પીચ તૈયાર કરવા માટે ભારતીય ક્યુરેટર્સની મદદ લેવી જાેઈએ. આકિબે તેની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું કે, ક્યાંય જવાની જરૂર નથી.
મુંબઈ, બેંગ્લોર, ચેન્નાઈના ક્યુરેટર્સ પાસેથી જાણો કે, ભારતીય સ્પિનરોનું વર્ચસ્વ ધરાવતી ટર્ન-ટેકિંગ પિચો કેવી રીતે તૈયાર કરવામાં આવે છે. મને આશ્ચર્ય છે કે, પાકિસ્તાન અત્યાર સુધી ટર્ન ટેકિંગ પિચ તૈયાર કરી શક્યું નથી જે અમારા સ્પિનરોને મદદ કરી શકે.SSS