લાહૌરના નિવાસમાં આતંકી હાફિઝ સઇદ મોજ કરી રહ્યો છે
ઇસ્લામાબાદ, પાકિસ્તાનનો કુખ્યાત આતંકવાદી અને ૨૬/૧૧ મુંબઇ હુમલાના માસ્ટર માઇડ હાફિઝ સઇદ પાકિસ્તાનની જેલમાં સજા કાપી રહ્યો નથી પરંતુ તે લાહોરના જાેહાર ટાઉન ખાતે પોતાના ઘરમાં મોજ કરી રહ્યો છે. પાક સંગઠન લશ્કર એ તોઇબાના સરગના સઇદ જેલથી ચુપચાપ બહાર નિકળી ચુકયો છે.
ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટના હવાલાથી આ સુત્રોએ દાવો કરતા કહ્યું કે હાફિઝ લાહૌરના કોટ લખપત જેલમાં નથી તે મોટાભાગે ઘર પર જ રહે છે અને તે એવી કસ્ટીડમાં છે જયાં તેના ઘર પર તેનાથી મહેમાન પણ મળવા આવી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છેં કે હાફિઝ સઇદ ત્યાંથી આતંકવાદી ગતિવિધિઓને ચલાવી રહ્યો છે.
એ યાદ રહે કે ગત મહિને હાફિઝ સઇદના ઘર જકી ઉર રહેમાન લખીવી પણ પહોંચ્યો હતો.રહેમાન લખવી લશ્કર એ તોઇબાના જિહાદ વિંગનો ઓપરેશનલ કમાંડર છે આ બેઠકનો હેતુ આતંકવાદ માટે ફંડ એકત્રિત કરવાનો હતો હાફિઝ સઇદની જેમ રહેમાન પર પણ સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પ્રતિબંધ લગાવ્યો છે. આ બંન્ને ૨૬/૧૧ મુંબઇ હુમલાના કાવતરાકર્તા છે સઇદને જુલાઇ ૨૦૧૯માં પકડવામાં આવ્યો હતો ત્યારબાદ ફેબ્રુઆરી ૨૦૨૦માં હાફિઝ સઇદને આતંકવાદ સંબંધી ફંડિગ મામલામાં ૧૦ વર્ષ છ મહીનાની સજા સંભળાવી હતી.HS