લાહૌરમાં એક ફેક્ટ્રીમાં વિસ્ફોટ, કેટલાય લોકો માર્યા ગયા હોવાની આશંકા
લાહૌર, પાકિસ્તાનના લાહૌર શહેરમાં એક મોટી દુર્ઘટના થઈ ગઈ છે. અહીં બોયલર ફાટવાથી વિસ્ફોટ થયો છે. આ દુર્ઘટના લાહૌરના મુલ્તાન રોડની એક ફેક્ટ્રીમાં થયો છે.
ઘટનામાં કેટલાય લોકો માર્યા ગયા હોવાની ખબર આવી રહી છે. તેના અમુક વીડિયો અને ફોટાઓ સો. મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં ભીષણ વિસ્ફોટ જાેઈ શકાય છે. ધમાકા સમયે રોડ પર વાહન પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક મોટો ધડાકો થતાં લોકો ભાગવા લાગ્યા હતા.
પાકિસ્તાનમાં આ પ્રકારની ઘટના એ કંઈ પહેલી ઘટના નથી. આ અગાઉ પણ ગત વર્ષે ૨૨ ડિસેમ્બરના રોજ કરાંચિમાં બોયલર ફાટ્યું હતું. અહીં બરફની ફેક્ટ્રીમાં બોયલર ફાટતા ૮ લોકોના મોત થઈ ગયા હતા. જ્યારે ૧૫ લોકો ઘાયલ પણ થયાં હતા.
સ્થાનિક રિપોર્ટ અનુસાર વિસ્ફોટ એટલો બધો ઘાતક હતો કે, ફેક્ટ્રીની ઈમારત આખી ઘરાશાયી થઈ ગઈ હતી. જેના કારણે મોટી સંખ્યામાં લોકો તેના કાળમાળમાં દટાઈ ગયા હતા. જેમને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા.HS