Western Times News

Gujarati News

ર્લા ગાર્ડન બહાર નાના વ્યવસાય કરીને ગુજરાન ચલાવતા પરિવારોની હાલત કફોડી

Files Photo

અમદાવાદ:અનલોક-૨માં વધારે છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ નાના ધંધાદારીઓ કે જેઓ ર્લા-ગાર્ડન પાસે પોતાનો ધંધો કરીને ગુજરાન ચલાવતા હતા તેમની હાલત કફોડી બની છે. જ્યાં પહેલા લોકોની ચહેલ-પહેલ અને ભીડ જોવા મળતી હતી ત્યાંનું વાતાવરણ એકદમ શાંત થઈ ગયું છે.

જીવરાજપાર્કમાં રહેતા હર્ષલ સેવક (૩૦), જેઓ કોમર્સ ગ્રેજ્યુએટ છે તેમની ખાનગી કંપનીમાં નોકરી હતી જે છોડીને હવે તેઓ ર્લા-ગાર્ડ મેગી નૂડલ મેચે છે. જેમનો મહિનાનો પગાર ૧૮,૦૦૦ હતો તેઓ પોતાના નાના વ્યવસાયથી દિવસમાં ૩,૫૦૦ રુપિયા કમાઈ લેતા હતા. પરંતુ લોકડાઉને આ બધું છીનવી લીધું. પરંતુ હવે છૂટછાટ મળી છે છતાં તેમને દિવસના ભાગ્યે એક-બે ગ્રાહકો મળે છે.

હર્ષલે જણાવ્યું કે, “મારા સૌથી વધુ ગ્રાહકો કાલેજમાં ભણતા વિદ્યાર્થીઓ અને કપલ તથા ફેમિલી સાથે ર્લા-ગાર્ડનમાં આવતા લોકો પણ હતા. જોકે, સ્કૂલ અને ગાર્ડન બંધ હોવાથી આ ગ્રાહકો આવવાના બંધ થઈ ગયા છે. ધંધાને બહુ જ ખરાબ અસર પડી છે.” આગળ તેમણે જણાવ્યું કે, હું સવારના ૭ વાગ્યાથી મેગી વેચવા માટે બેઠો છું પણ માત્ર ૧ જ ડીસ વેચાઈ છે, તેમણે જણાવ્યું કે મારે વડાપાઉ અને દાબેલીનો કાચો માલ ફેંકવાનો વારો આવશે. તેમણે કહ્યું કે, “મારે મારા પરિવારનું પેટ ભરવાનું છે, જેના કારણે મારે આ ચાલુ રાખવું પડે છે. મેં મારી બચત પણ વાપરી નાખી છે.”

આજ રીતે ધીરુ ગીર્ધર (૩૫) કે જેઓ અહીં નાના બાળકોને ઘોડે સવારી કરાવવાનું કામ કરે છે, જેમણે પોતાના ઘોડા (પવન)ને લોકડાઉન દરમિયાન ખોરાકની વ્યવસ્થા કરવા માટે પોતાની પત્નીના ઘરેણા વેચવા પડ્‌યા. તેઓ કહે છે કે, “ઘોડો પરિવારને ખવડાવે છે તેને કઈ રીતે ભૂખો રાખી શકું?” તેમને ખોડાને ખવડાવવા માટે રોજના ૧૫૦ રુપિયા જેટલો ખર્ચ કરવો પડે છે. તેમણે કહ્યું કે તેઓ રોજના ૭૦૦ રુપિયા જેટલું કમાય છે અને રવિવારે ૧,૫૦૦ રુપિયાની આવક થાય છે પણ હાલ ૧૦૦ રુપિયા કમાવવાના પણ ફાંફા પડી ગયા છે. ધીરુ જણાવે છે કે, પવનને હું ખાવાનું નહીં આપુંતો તે કશું કહેવાનો નથી, પણ હું તેને ભૂખ્યો કઈ રીતે રાખી શકું? મેં મારી તમામ બચત પણ વાપરી નાખી, ઘોડાનું તથા મારા પરિવારનું ગુજરાન ચલાવવા માટે મારે પત્નીના ઘરેણા પણ વેચવા પડ્‌યા.

ખીમા મકવાણા (૨૫) જેઓ પોતાના ઊંટ (રોબર્ટ)ને ખવડાવવા માટે રોજ ૩૦૦ રુપિયાનો ખર્ચો કરે છે. રોબર્ટ દ્વારા ખીમા અહીં બાળકોને સવારી કરાવવાનું કામ કરે છે. તેઓ જણાવે છે “આ દિવસોમાં, અત્યારે મને ગ્રાહક મળવા મુશ્કેલ છે. પાછલા ૧૫ દિવસમાં માત્ર ૬ દિવસ માલ-સામાનની હેરાફેરીનું કામ મળ્યું છે. મારા પરિવારે ઓછી આવક અને મેં લીધેલી લોનમાંથી ગુજરાન ચલાવવું પડી રહ્યું છે.”

ઈશ્વર રાઠોડ (૪૦) અને તેમના પત્ની રમકડા વેચવાનો ધંધો કરે છે, તેઓ ઈમિટેશન જ્વેલરી અને કટ્‌લરીનો સામાન પણ વેચે છે. અગાઉ તેમને પોતાના ધંધામાંથી રોજની ૭૦૦ રુપિયાની આવક થતી હતી. લોકડાઉનના કારણે તેમને ૬૦,૦૦૦નો ફટકો પડ્‌યો.

ઈશ્વર જણાવે છે “મને સમજાતું નથી કે આવક વગર પરિવારના ૬ સભ્યોનું ગુજરાન કઈ રીતે ચલાવવું? કોઈ ગ્રાહક ના હોવાના કારણે મારી પત્નીએ કટ્‌લરીનો સામાન વેચવાનું બંધ કરી દીધું છે. મારી પણ આવક લગભગ બંધ થઈ ગઈ છે. આ માટે મારે મારા પરિવારના ગુજરાન માટે ઉધાર રુપિયા લેવા પડ્‌યા. મને એ વિચારીને ડર લાગે છે કે આવું આગળ પણ ચાલતું રહ્યું તો શું થશે?”

વાસણામાં રહેતા સાગર દંતાણી (૨૦) રોડ પર બાળકો માટે રાઈડ ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. અગાઉ તેમને રોજના ૭૦૦ રુપિયા કમાતા હતા, પણ હવે તેમને ગ્રાહકો માટે સતત રાહ જોવી પડી રહી છે. તેમણે કહ્યું કે, અહીં ધંધો મરી પરવાર્યો હોય તેવા હાલ થઈ ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.