લિંકન ફાર્માએ શેરદીઠ રૂ. 1.50 ડિવિડન્ડની ભલામણ કરી
અમદાવાદ, ભારતની અગ્રણી હેલ્થકેર કંપનીઓમાં સમાવિષ્ટ લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે નાણાંકીય વર્ષના સૌથી શ્રેષ્ઠ પરિણામો આપ્યા છે. માર્ચ, 2022ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ માટે કંપનીએ સર્વોચ્ચ આવક, એબિટા અને ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીએ નાણાંકીય વર્ષ 2021-22 માટે રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા શેર પર શેરદીઠ રૂ. 1.50 એટલે કે 15 ટકા ડિવિડન્ડની ભલામણ કરી છે.
કંપનીએ નાણાંકીય વર્ષ 2022માં રૂ. 69.36 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 62.25 કરોડના ચોખ્ખા નફા કરતાં 11.41 ટકાનો વધારો દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2022માં ચોખ્ખી આવકો રૂ. 472.08 કરોડ રહી જે ગત નાણાંકીય વર્ષની રૂ. 422.91 કરોડની ચોખ્ખી આવકો કરતાં 11.63 ટકા વધુ હતી.
કંપનીએ નાણાંકીય વર્ષ 2022માં રૂ. 105.47 કરોડની એબિટા (એબિટા માર્જિન 22.34 ટકા) નોંધાવી જે ગત નાણાંકીય વર્ષની રૂ. 92.78 કરોડની એબિટા (એબિટા માર્જિન 21.94 ટકા) કરતાં 13.67 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ઈપીએસ શેરદીઠ રૂ. 34.63 રહી હતી.
કંપનીના પરિણામો અને પ્રદર્શન અંગે ટિપ્પણી કરતાં લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે અમારા તમામ હિસ્સેદારોને જણાવતાં અમને ગર્વની લાગણી થાય છે કે કંપની તેની લાંબા ગાળાના વૃદ્ધિ યોજનાઓ પર આગળ વધી રહી છે.
કંપનઈ નાણાંકીય વર્ષ 2022 માટે ઉત્કૃષ્ટ આંકડા રજૂ કર્યા છે અને વાર્ષિક ધોરણે સર્વોચ્ચ આવકો, એબિટા અને ચોખ્ખો નફો નોંધાવ્યો છે. આ અભૂતપૂર્વ કામગીરી સાથે કંપનીએ શેરદીઠ રૂ. 1.50ના ડિવિડન્ડની ભલામણ કરી છે. કંપનીની સેફાલોસ્પોરિન પ્રોડક્ટ્સ માટેની વિસ્તરણની તથા ઈયુ અને ઓસ્ટ્રેલિયન બજારોમાં પ્રવેશની યોજના રાબેતા મુજબ આગળ ધપી રહી છે. અમને આશા છે કે આગામી વર્ષોમાં વિકાસની આ ગતિ જળવાઈ રહેશે અને તેમાં વધુ ઝડપ જોવાય તેવી શક્યતા છે.
ક્રિસિલ રેટિંગ્સે લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડની બેંક ફેસિલિટીઝને ક્રિસિલ એ-/પોઝિટિવ/ક્રિસિલ એ2+થી સુધારીને ક્રિસિલ એ/સ્ટેબલ/ક્રિસિલ એ1 કરી છે.