લિકરની પરમિટ વધારવા માટે પરમિટધારકોની માંગ

પ્રતિકાત્મક
એપ્રિલ અને મે માસ ના યુનિટ તેઓ લઈ શક્યા નથી માટે સરકાર પરમીટની મુદત બે મહિના વધારી દે તેવી રજૂઆત
અમદાવાદ, પહેલી જૂનથી રાજ્યમાં શરૂ થયેલી લિકર શોપ પર લોકોએ લાઈનો લગાવી દિધી છે. હવે પરમીટ ધારકોની એવી રજૂઆત છે કે કોરોનાની મહામારી વચ્ચે કરી દેવાયેલા લોક ડાઉનને કારણે તેઓ એપ્રિલ અને મે મહિના ના પોતાની પરમીટના યુનિટ લઈ શક્યા નથી માટે તેમની પરમીટની મુદત બે મહિના વધારી દેવી જોઈએ.હવે જોવાનું એ રહ્યું કે તેમની આ માગણી અંગે કોઈ નિર્ણય લેવાય છે કે નહીં. બીજી તરફ જે લોકોની પરમીટ ની મુદત પૂરી થઈ રહી છે તેમનું કહેવું છે કે હાલ કોરોનાને લઈને રીન્યુ માટેની પ્રક્રિયા પણ અઘરી થઈ જતાં તેમની પર રિન્યુ કરાવવામાં તકલીફ પડી શકે તેમ છે
માટે આ મુદ્દે તંત્ર એ કંઈક વિચારવું જોઈએ. આરોગ્યના મુદ્દે લિકર માટેની પરમિટ મેળવનાર પરમીટ ધારકોની કતારો અત્યારે લિકર શોપ આગળ લાગી ગઈ છે. પરમીટ ધારકોની રજૂઆત છે કે તેમને આરોગ્યના મુદ્દે જ પરમીટ આપવામાં આવ્યું હોય છે હવે લોક ડાઉન માં લિકર શોપ બંધ રહેવાથી તેમને ઘણી તકલીફ થઈ હતી . જેને કારણે તેમને જુદી જુદી અન્ય દવાઓ નો સહારો લેવો પડ્યો હતો. હવે લિકર શોપ ખૂલી જતાં તેમને મંજુર કરાયેલા પ્રમાણમાં લિ કર મળી રહે છે
પરમીટ ધારકોની રજૂઆત છે કે બંધને કારણે તેઓ પોતાની પરમીટ પરનો એપ્રિલ તથા મે મહિનાનો લિકર લઈ શક્યા નથી માટે તમામ પરમીટની મુદત બે મહિના વધારી દેવી જોઈએ. આ મુદ્દે રજૂઆતો પણ કરી છે તેમાંય વળી જે પરમીટ ધારકોની પરમીટની મુદત પૂરી થઈ રહી છે તેઓ ખૂબ જ ચિંતિત છે કેમકે કોરોના ની સ્થિતિમાં તેમને પરમિટ રીન્યુ કરાવવા ની કામગીરી અઘરી થઈ પડશે તેવું તે જાણતા હોવાથી તેમણે પણ પૂરી થઈ રહી હતી પરમીટની મુદત વધારવા માટે માગણી કરી છે.