Western Times News

Gujarati News

લિટર માઉન્ટેન ડ્યૂ ૬.૮ સેકન્ડમાં પીને યુ ટ્યૂબરે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

નવી દિલ્હી, આજકાલ દુનિયામાં લોકો પ્રખ્યાત થવા માટે કંઇ પણ કરવા માટે રેડી હોય છે. જાે તમને કોઇ ૫૦૦ મિલી સોડા અથવા કોલ્ડ ડ્રિંક પીવા માટે આપવામાં આવે તો તમે તેને પીવા માટે કેટલો સમય લેશો? આ સવાલ એટલા માટે કારણ કે, એક વ્યક્તિએ ૧ લીટર માઉન્ટેન ડ્યૂ અમુક સેકન્ડ્‌સમાં જ પીને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે.

આપણે જે વિચારી પણ ન શકીએ તે એક વ્યક્તિએ કરી બતાવ્યૂ છે. કોઇ પણ કામ કરવા માટે તમારી પ્રેક્ટીસની જરુર હોય છે. આજ બાબતને અનુસરીને આ વખતે એરિક ‘બેડલેન્ડ્‌સ’ બુકર નામના યુટ્યુબરે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. એરિકે સેકન્ડોમાં ૧ લિટર માઉન્ટેન ડ્યુ પી ગયો હતો.

ગિનીસ વર્લ્ડ રેકોર્ડની વેબસાઇટ અનુસાર, બેડલેન્ડ્‌સે માપવાવાળા કપથી ૧ લિટર માઉન્ટેન ડ્યૂ માત્ર ૬.૮૦ સેકન્ડમાં પી લીધુ હતું. આ રેકોર્ડ બનાવતા પહેલા, એરિકે કહ્યું કે, મને આશા છે કે, હું આ કામને નવ સેકન્ડમાં પૂર્ણ કરીશ.”
એક પ્રોફેશનલ ઇટર, મેજર લીગ ઈટિંગમાં ૨૩મા ક્રમે છે, તેમણે અગાઉ ૧૮.૪૫ સેકન્ડમાં બે લીટર સોડા પીને સૌથી ઓછા સમયમાં સોડા પીવાનો રેકોર્ડ પોતાને નામે કર્યો હતો.

૨૪ જૂનના રોજ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્‌સની યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરવામાં આવેલ એરિકના આ વીડિયોને અત્યાર સુધીમાં ૬૦,૦૦૦થી વધુ વ્યૂજ મળી ચૂક્યાં છે.આ વીડિયોને અને એરિકના કામને જાેઇને યુઝર્સ પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યાં છે. આ સાથે જ એરિકને લોકો માટે પ્રેરણાદાયક ગણાવી રહ્યાં છે. તો બીજી બાજુ યુઝર્સ એમ પણ કહેતા જાેવા મળ્યા કે એરિક પોતાનો જ આ રેકોર્ડ એક દિવસ તોડશે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.