લિફ્ટમાં ચાર દિવસ સુધી 82 વર્ષની મા અને 64 વર્ષની દીકરી ફસાયેલા રહ્યા, યૂરીન પીને બચાવ્યો જીવ
બેઇજિંગ : ચીનના શાંઝી પ્રોવિન્સમાં એક એવો મામલો સામે આવ્યો છે, જેમાં માતા-દીકરી ચાર દિવસ સુધી લિફ્ટમાં ફસાયેલા રહ્યા હોવાનો ઘટનાક્રમ બન્યો છે. આ ઘટનામાં પોતાની બિલ્ડીંગની લિફ્ટમાં જ 82 વર્ષની માતા 64 વર્ષની દીકરી સાથે અટવાઈ ગઈ હતી. ચાર દિવસ સુધી ભુખ્યા તરસ્યા ફસાયેલા આ મા-દીકરીએ એક બીજાનું યૂરિન પીને જીવ બચાવ્યો હતો. ચાર દિવસ બાદ બિલ્ડીંગના એક શખ્સે તેમનો અવાજ સાંભલ્યો તો તેમનો જીવ બચાવ્યો હતો. આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. મા દીકરી ચાર માળીની બિલ્ડીગમાં રહેતા હતા. આ બિલ્ડીંગ ખુબ જૂનું છે. જેમાં લિફ્ટ ચોથા માળે ગઈ અને પરત આવતા ખરાબ થઈ ગઈ. દરમિયાન આ વખતે ઘરમાં અન્ય કોઈ સભ્ય નહોતું. લિફ્ટનો ફોન પણ કામ કરી રહ્યો નહોતો. અને મોબાઇલ બંને મહિલાઓએ ગ્રાઉન્ડ ફ્લોર પર જ રાખ્યો હતો. દરમિયાન એક બીજાએ ખૂબ રાડો પાડી પણ કોઈએ તેમનો અવાજ સાંભળ્યો નહી. દરમિયાન ચીનના મીડિયા અહેવાલ મુજબ આ બંને માતા-દીકરી લીફ્ટમાં 96 કલાક સુધી અટવાયેલા રહ્યા હતા. બંનેએ પોતાની ભુખ સંતોષવા માટે એક બીજાનું યૂરિન પીને જીવ બચાવ્યો હતો. જ્યારે તેમનો અવાજ બહાની વ્યક્તિએ સાંભળ્યો ત્યારે તેમને બચાવવા માટે રેસ્ક્યૂ કરાયું.