Western Times News

Gujarati News

લિસ્ટિંગમાં નેગેટિવ રિટર્ન આપનારી સરકારી કંપનીમાં LICનો ઉમેરો

મુંબઈ, ભારતના સૌથી મોટા આઈપીઓનું આજે શેરબજારમાં ડેબ્યુ થયું છે. જાેકે એલઆઈસીના આઈપીઓમાં લગભગ તમામ રોકાણકારોને લિસ્ટિંગ સમયે નેગેટીવ રિટર્ન મળ્યું છે. લિસ્ટિંગમાં નેગેટીવ રિટર્ન આપનારી સરકારી માલિકીની કંપનીઓમાં વધુ એક કંપની-એલઆઈસીનો ઉમેરો થયો છે.

મંગળવારના શુભદિને લિસ્ટ થયેલ એલઆઈસીએ ૮%ના ડિસ્કાઉન્ટ સાથે શેરબજારમાં પદાર્પણ કર્યું છે. જાેકે એલઆઈસીના ડિસ્કાઉન્ટ લિસ્ટિંગ સાથે રિટેલ રોકાણકારો અને પોલિસીધરકોનો વિશ્વાસ સૌથી વધુ તૂટ્યો છે.

છેલ્લા અઢાર વર્ષમાં કેન્દ્ર સરકારે લગભગ ૨૬ જેટલી સરકારી કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચ્યો છે. એમની કેટલીક કંપનીઓમાં હવે સરકાર પાસે બિલકુલ હિસ્સો નથી અને કેટલીક દિગ્ગજ કંપનીઓમાં હજુ પણ સરકાર પાસે મહત્તમ હોલ્ડીંગ છે. આમ છતાં, ૨૬માંથી ૧૪ કંપનીઓ એવી છે કે જેમાં રોકાણકારોએ નાણાં ગુમાવવાનો વારો આવ્યો છે. એલઆઈસીના પ્રદર્શન સાથે હવે આ કંપનીઓની યાદી ૨૭ અને ૧૫ થઈ છે.

આ અઢાર વર્ષમાં સેન્સેક્સ ૫૦૦૦ની સપાટી સામે ૬૦,૦૦૦ થઇ હવે ૫૬,૦૦૦ છે છતાં ૧૪ કંપનીઓ એવી છે કે જેમાં શેરમાં અરજી કરવાના બદલે નાણા બેંકની ફિક્સ ડીપોઝીટમાં ચક્રવૃદ્ધિ વ્યાજ ઉપર માત્ર છ ટકાના દરે રાખ્યા હોત તો પણ વધારે વળતર મળ્યું હોત!

વિશ્વમાં કોલસાના ઉત્પાદનની દ્રષ્ટિએ સૌથી મોટી કંપની કોલ ઇન્ડિયા, દેશના સ્થાનિક ક્રુડ ઓઈલ ઉત્પાદનમાં ૭૦ ટકા હિસ્સો ધરાવતી ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી) કે વીજળીના ઉત્પાદનમાં ૨૫ ટકા હિસ્સો ધરાવતી નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (એનટીપીસી) રોકાણકારોને રડાવવાના ઉત્તમ ઉદાહરણ છે.

આ કંપનીઓ આજે પણ કાર્યરત છે, તેમનો નફો વધી રહ્યો છે અને સરકાર તેમજ શેરહોલ્ડરને ડિવીડન્ડ આપે છે પણ શેરબજારમાં રોકાણકારોને વળતર અન્ય બેન્ચમાર્ક કરતા નબળું રહ્યું છે.

વર્ષ ૨૦૦૪માં સૌથી પહેલા એનટીપીસી અને પછી ઓએનજીસીના ઇસ્યુ આવ્યા. કોલ ઇન્ડિયાનો પબ્લિક ઇસ્યુ ૨૦૧૩માં આવ્યો હતો. વર્ષ ૨૦૦૪થી ૨૦૨૨ સુધીમાં સેન્સેક્સ ૮૯૮ ટકા વધી ગયો છે, નિફ્ટીમાં ૮૮૦ ટકાની વૃદ્ધિજાેવામળી છે.એટલે બન્ને ઇન્ડેક્સમાં વળતર ૧૩.૫ જેટલું ચક્રવૃદ્ધિ થાય છે.

સરળ શબ્દોમાં કહીએ તો દર સવા પાંચ વર્ષે આ ઇન્ડેક્સ બમણો થયો છે.સામે આ અઢાર વર્ષમાં બીએસઈ પીએસયુ ઇન્ડેક્સ માત્ર ૮૪ ટકા અને નિફ્ટી સીપીએસઈ ઇન્ડેક્સ ૧૩૦ ટકા જ વધ્યા છે. આ પુરવાર કરે છે કે રોકાણકારોને સરકારી કંપનીઓમાં વળતર ઘણું ઓછું મળે છે.સરળ શબ્દોમાં કહીએ તો નિફ્ટી સીપીએસઈ ઇન્ડેક્સ ૧૫ વર્ષે અને બીએસઈ પીએસયુ ઇન્ડેક્સ સવા તેર વર્ષે બમણો થાય એટલે પાંચ ટકાનો મોંઘવારી હોય તો પણ તેના કરતા ઓછું વળતર મળે.

એના કરતા વધારે ફાયદો તો ફિક્સ ડિપોઝીટમાં થયો હોત! જાે કોઈ વ્યક્તિએ ૨૦૦૪માં રૂ.૧૦,૦૦૦ની એક વર્ષની ફિક્સ ડિપોઝીટ કરાવી હોત, દર વર્ષે વ્યાજ સાથે ફરી ડિપોઝીટ કરાવે તો અત્યારે તેનું મૂલ્ય રૂ.૩૩,૨૫૩ થયું હતો એટલે રોકાણ સામે ૨૩૨ ટકા વળતર મળ્યું હોત!

આ વળતરની ગણતરીમાં સરકારી કંપનીઓની ફેસવેલ્યુમાં થેયલા ફેરફાર (સપ્લિટ), બોનસ, ડીવીડન્ડ જેવી ચીજાે ગણી લેવામાં આવી હોવા છતાં ૨૪ કંપનીઓમાંથી મોટાભાગની કંપનીઓમાં ફિક્સ ડીપોઝીટ કરતા ઓછું વળતર મળી રહ્યું છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.