લીંબડીના બોરાણા ગામે પિતાએ ફાયરીંગ કરતા પુત્રનું મોત

Files Photo
(એજન્સી)સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી, લૂંટફાટ, મારામારી, ફાયરિંગ અને સરેઆમ હત્યાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના બોરાણા ગામે ફાયરિંગ સાથે હત્યાનો બનાવ સામે આવ્યો છે.
તથા પિતા દ્વારા પુત્ર ઉપર ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ હત્યાની ઘટનાની મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બોરાણા ગામે મોડી સાંજે પિતા અને માતા વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો.
તે સમયે પુત્ર આ ઝઘડો શાંત પાડવા માટે વચ્ચે પડતા પિતા ઉશ્કેરાઇ ગયા હતા. અને ઘરમાં પડેલું ગેરકાયદેસર દેશી હથિયાર સાથે યુવકના છાતીના ભાગે ફાયરિંગ કર્યા હતા. તેને લઈને પુત્ર મહેન્દ્ર મંદુરિયાણીને છાતીના ભાગે ગોળી ઘૂસી જતા ઘટનાસ્થળે તેનું ઘરમાં જ કમકમાટીભર્યું મોત નિપજવા પામ્યુ હતુ. જેને લઇને આ સમગ્ર બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.