લીંબડી સિવિલમાં આડેધડ પાર્કિંગના કારણે દર્દીનું મૃત્યુ

એમ્બ્યુલન્સને જગ્યા ન મળતા ૧૦૮ના ડ્રાઈવરે માઈકમાં અનાઉન્સમેન્ટ કર્યું હતું, છતાં કોઇએ માનવતા ન દાખવી
સુરેન્દ્રનગર,સુરેન્દ્રનગરની લીંબડી સિવિલ હોસ્પિટલમાં આડેધડ પાર્કિંગના કારણે એક દર્દીનો જીવ ગયો હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે.લીંબડીની સિવિલ હોસ્પિટલમાં આડેધડ પાર્કિંગના કારણે એમ્બ્યુલન્સ અટવાઈ ગઇ હતી. જેના લીધે એક દર્દીને સમયસર સારવાર ન મળતા તે દર્દીનું મૃત્યુ થયું હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે.
સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે, સુરેન્દ્રનગરમાં કોઇ એક વ્યકિતને ચક્કર આવતા તેને લીંબડીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. પરંતુ તે દર્દીને હોસ્પિટલમાં લાવતી વેળાએ લીંબડી સિવિલમાં બેફામ કરવામાં આવેલા પાર્કિંગના કારણે સિવિલમાં એમ્બ્યુલન્સને જગ્યા ન હોતી મળી.
જાે કે એમ્બ્યુલન્સને જગ્યા ન મળતા ૧૦૮ના ડ્રાઈવરે ૧૦ મિનિટ સુધી માઈકમાં અનાઉન્સમેન્ટ કર્યું હતું. તેમ છતાં કોઇએ પણ માનવતા ન દાખવી. ૧૦૮એ માઇકમાં અનાઉન્સમેન્ટ કર્યું હોવા છતાં સિવિલમાંથી એક પણ વાહન હટાવવામાં ન આવ્યાં. જેના લીધે ફરજ પર હાજર તબીબે દર્દીને મૃત જાહેર કર્યો હતો.
આજ રોજ સવારમાં એકાએક એક વ્યક્તિને લીંબડી ઓનેસ્ટ હોટલ સામે ચક્કર આવતાં અથવા તો તડકાના કારણે ગરમી લાગતા તે બેભાન થઈ ગયો હતો. જેથી તેને બેભાન હાલતમાં સારવાર અર્થે ૧૦૮માં લીંબડીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. પરંતુ લીંબડીની સિવિલ હોસ્પિટલમાં બેફામ પાર્કિંગના કારણે ૧૦૮ એમ્બ્યુલન્સ વાનને જવાની જગ્યા ન હોતી મળી. જેના લીધે ૧૦૮ એમ્બ્યુલન્સ વાનના ડ્રાઈવરે ૧૦ મિનિટ સુધી માઈકમાં અનાઉન્સ કર્યું હતું.
તેમ છતાંય કોઇ પણ કાર માલિક પોતાના વ્હીકલ હટાવવા ન આવતા લીંબડી સિવિલ હોસ્પિટમાં ફરજ પરના હાજર તબીબે દર્દીને મૃત જાહેર કર્યો હતો.હાલમાં લીંબડી સિવિલ હોસ્પિટલમાં આડેધડ પાર્કિંગના કારણે ૧૦૮માં આવેલા દર્દીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હોવાના આક્ષેપ સાથે લીંબડી સિવિલ હોસ્પિટલ દ્વારા હોસ્પિટલમાં આડેધડ પાર્કિંગ મામલે તાકીદે કડક કાર્યવાહી કરવામાં આવે એવી વ્યાપક માંગ ઉઠી છે.SS3KP