Western Times News

Gujarati News

લીંબડી હાઈવે ઉપર ટ્રક-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત

અમદાવાદ, લીંબડી હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ૩ લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર લીંબડી નેશનલ હાઈવે પર જનસાળી પાસે રોંગ સાઈડમાં આવતા ટ્રક સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો.

જેમાં રાજકોટથી અમદાવાદ ઘરે પરત ફરી રહેલા દાદા, દાદી સાથે ૬ વર્ષની પૌત્રીનું મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વિગતો મુજબ અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી હતી.

અહેવાલો અનુસાર અમદાવાદમાં રહેતા બકુલભાઈ મુછડીયા તેમના પત્ની હીરાબેન અને ૬ વર્ષની પૌત્રી ક્રેયાંશી સાથે દિવાળીના તહેવારોમાં રાજકોટ ગયા હતા. દરમિયાન શનિવારે સાંજે રાજકોટથી અમદાવાદ ઘરે પરત ફરી રહ્યા હતા

ત્યારે લીંબડી હાઈવે પર જનસાળી પાસે રોડના કામને કારણે આપેલા ડાયવર્ઝન લીધે રોંગ સાઈડમાં આવતાં ટ્રક સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

મીડિયા રિપોર્ટ મુજબ અકસ્માતમાં દાદા બકુલભાઈ અને પૌત્રીનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે હીરાબેનને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.