લીંભોઈ ગામે શનિ મંદિરે “વિશેષ અભિષેક પૂજા” યોજાઈ :શ્રદ્ધાળુઓ ઉમટ્યા
અરવલ્લી જિલ્લામાં શુક્રવારે પોષી અમાસે લીંભોઈ શનિદેવ મંદિરે ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.૩૦ વર્ષ પછી શનિના મક્કર રાશિમાં પ્રવેશનો અનોખો સંયોગ સર્જાતા ભક્તોનો શનિદેવના દર્શનાર્થે ભક્તો ઘોડાપુર ઉમટ્યું હતું શનિ મંદિરે(મીની શનિ શિંગણાપુર) “વિશેષ અભિષેક પૂજા” યોજાઈ હતી જેમાં મંદિરે ફળોનો ભોગ ધરાવીને વિવિધ પૂજાનું આયોજન પૂજારી ચિરાગભાઈ જોશીએ કરતા શનિદેવના મંદિરે ભક્તિમય માહોલ પ્રગટ્યો હતો.વિવિધ ફળો સહિતનો અન્નકૂટ ધરાવાયો હતો. અહીં સવારથી જ દૂર દૂરથી ભક્તો દર્શને ઉમટી પડ્યા હતા.જેમાં મુંબઈથી પણ શનિ ભક્તો પહોંચી દર્શન,અર્ચન,પૂજાવીધીમાં જોડાઈને ધન્ય બન્યા હતા.
અરવલ્લી જિલ્લામાં એક માત્ર લીંભોઈ ખાતે આવેલ આ શનિ મંદિરે તમામ તહેવારોએ વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે.અહીં દર શનિવારે પણ ભક્તો દર્શને આવે છે. આ વખતે પોષી અમાસે ૩૦ વર્ષ પછી શનિના મક્કર રાશિમાં પ્રવેશનો અનોખો સંયોગ સર્જાતા શનિદેવના દર્શનનો લ્હાવો લેવા ગામેગામથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતાં.દિવસભર પૂજાવિધિ પછી સાજનાઅન્નકૂટ..ફળોનો ભોગ ધરાવેલ અન્નકૂટ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.ૐ શં. શનિશ્ચરાય નમઃ.. ના પાવન મંત્રનાદથી માહોલ અલૌકિક ભાસી રહ્યો હતો.