લીઝા હૈડને બિકિનીમાં ફોટો શેર કર્યો,બેબી બમ્પ દેખાડ્યું
મુંબઈ: કોઇ એક્ટ્રેસ હોય કે સામાન્ય મહિલા કેમ ન હોય તેમનાં માટે પ્રેગ્નેન્સીનો સમય સહેલો નથી હોતો. હાલમાં લીઝા ત્રીજી વખત માતા બનવાની છે. તે તેનો પ્રેગ્નેન્સી ટાઇમ સંપૂર્ણ એન્જાેય કરી રહી છે. બોલ્ડનેસ માટે બોલિવૂડમાં ઓળખ જમાવનારી લીઝા હેડન જાતે જ તેનાં ત્રીજા બાળક અંગેની માહિતી આપવાની છે. હાલમાં જ તેણે તેની બિકિની તસવીર સામે આવી છે. જેમાં તેનો ક્યૂટ બેબી બંપ દેખાય છે.
પ્રેગ્નેન્સી પીરિયડમાં લીઝા હેડન ફેમિલી સાથે રજાઓ મનાવી રહી છે. લીઝા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર તેની તસવીર શેર કરી છે. જેમાં ક્યૂટ બેબી બંપ જાેવા મળે છે. લીઝાની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં લીઝા બિકિની પહેરેલી નદીની વચ્ચે ઉભેલી નજર આવે છે. તેણે માથે ટોપી પહેરી છે. આ ફોટોમાં લીઝા ખુબજ સુંદર એન્જાેય કરતી નજર આવે છે. આ ફોટો શેર કરતાં તેણે લખ્યું છે,
જાન્યુઆરી ૨૦૨૧માં લેવામાં આવી છે. લીઝા હેડન બોલિવૂડની તે એક્ટ્રેસમાંથી એક છે જે ભલે ફિલ્મોમાં લિડ રોલ ન કરી હોય પણ તેનો ફિલ્મોમાં નાનો પણ દમદાર રોલ હોય છે તે તેની ફિલ્મોમાં યાદગાર રોલ કરવા માટે જાણીતી છે. તે ૨૦૧૭માં પહેલી પ્રેગ્નેનસી દરમિયાન તે ખુબજ ચર્ચામાં રહી હતી. પહેલી અને બીજી પ્રેગ્નેન્સી લીઝાએ ખુબજ એન્જાેય કરી હતી
હવે તે ત્રીજી વખત માતા બનવા જઇ રહી છે. આપને જણાવી દઇએ કે, લીઝા હેડને ઓક્ટોબર ૨૦૧૬માં ડિનો લાલવાની સાથે લગ્ન કર્યા હતાં તે બાદ મે ૨૦૧૭માં તેણે તેનાં પહેલાં દીકરા જેકને જન્મ આપ્યો. લીઝા ૨૦૨૦ ફેબ્રુઆરીમાં બીજી વખત માતા બની. લીઝા ઇન્સ્ટાગ્રામ પર ઘણી જ એક્ટિવ છે.