લીડ્સમાં વિરાટ-અનુષ્કાએ સાઉથ ઈન્ડિયન ફૂડ ખાધું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/Virat-Anu-1024x768.jpg)
મુંબઈ, પાવર કપલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા હાલ દીકરી વામિકા સાથે યુકેમાં છે. વિદેશમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ટુરિસ્ટની જેમ ફરી રહ્યા છે ત્યારે દર થોડા દિવસે ફેન્સને તેમની ખાસ તસવીરો મળતી રહે છે. ક્યારેક તેઓ યુકેના શહેરોને એક્સપ્લોર કરતાં તો ક્યારેક કોઈ રેસ્ટોરાંમાં જમતા હોય તેવા ફોટોગ્રાફ્સ વાયરલ થતાં રહે છે. તાજેતરમાં જ વિરાટ અને અનુષ્કાએ યુકેના લીડ્સમાં ઓનમની ઉજવણી કરી હતી. જેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
લીડ્સના એક રેસ્ટોરાંમાં કપલે કેરળની ઓથેન્ટિક વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. લૂકની વાત કરીએ તો, અનુષ્કાએ વ્હાઈટ ડ્રેસ અને નેકલેસ પહેર્યો હતો અને તેની સાથે સ્લિંગ બેગ લીધી હતી. જ્યારે વિરાટ બ્લેક ટી-શર્ટ અને ગ્રે પેન્ટમાં જાેવા મળ્યો હતો. વિરાટ અને અનુષ્કાએ રેસ્ટોરાંમાં ભોજન લીધા પછી સ્ટાફ સાથે ફોટો પડાવ્યો હતો. વિરાટ અને અનુષ્કા એકલા જમવા નહોતા આવ્યા તેમની સાથે બીજા ક્રિકેટર્સ અને તેમની પત્નીઓ પણ હતી. વિરાટ-અનુષ્કાના ફેન ક્લબ પર તેમના આ લંચની તસવીરો વાયરલ થઈ રહી છે.
જેમાંથી એક તસવીરમાં વિરાટે રેસ્ટોરાં માટે ખાસ મેસેજ પણ લખ્યો હતો. વિરાટે લખ્યું, “અમને હંમેશા અહીંનું ફૂડ ભાવે છે. અહીંની મહેમાનગતિ ખૂબ સરસ હોય છે અને હંમેશા અમને પ્રેમ-કાળજી સાથે ભોજન પીરસવામાં આવે છે. ઓલ ધ બેસ્ટ. સ્નેહ- અનુષ્કા-વિરાટ.” ક્રિકેટરે આ મેસેજ બ્લેક માર્કરથી એક પ્લેટ પર લખ્યો હતો. મેસેજના અંતે વિરાટ અને અનુષ્કાનો ઓટોગ્રાફ જાેવા મળી રહ્યો છે.
આ નોટ પરથી એવું લાગી રહ્યું છે કે, કપલ જ્યારે પણ લીડ્સ આવતું હશે ત્યારે આ રેસ્ટોરામાં ચોક્કસથી ભોજન કરતું હશે. અગાઉ ૨૦૧૪માં પણ વિરાટ-કોહલીએ આ રેસ્ટોરાંની મુલાકાત લીધી હતી. રેસ્ટોરાંન વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે, વિરાટ અને અનુષ્કા તેમના ત્યાં આગોતરી જાણ કર્યા વિના જ આવી ચડે છે. બંનેને અહીંનું જમવાનું ખૂબ ભાવે છે. જણાવી દઈએ કે, ભારતીય ક્રિકેટ ટીમ એક મહિના કરતાં વધુ સમયથી ઈંગ્લેન્ડમાં છે. હાલ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝ ચાલી રહી છે.SSS