Western Times News

Gujarati News

લીબિયામાં સાત ભારતીયોનુ આતંકીઓએ અપહરણ કરી ખંડણી માંગી

ત્રિપોલી, આંતરિક અરાજકતાથી ઘેરાયેલા લિબિયામાં ભારત માટે એક નવી પરેશાની ઉભી થઈ છે.લિબિયામાં રહેતા સાત ભારતીયોનુ આતંકવાદીઓએ અપહરણ કરીને ખંડણી માંગી છે. મળતી વિગતો પ્રમાણે એક વર્ષથી લિબિયામાં રોજગારી માટે રહેતા સાત ભારતીયો ભારત પાછા આપવા માટે નિકળ્યા હતા ત્યારે એરપોર્ટ જતા રસ્તામાં આતંકીઓએ તેમનુ અપહરણ કરી લીધુ હતુ.આ ઘટના 15 થી 16 સપ્ટેમ્બર વચ્ચે બની હતી.

જોકે સરકારને તેની જાણ એ પછી થઈ છે. આ સાત ભારતીયો પૈકી એક યુપીનો રહેવાસી છે. બાકીના બિહાર અને આંધ્રપ્રદેશના રહેવાસી છે.તેના સબંધીઓએ કહ્યુ હતુ કે, દિલ્હીની એક કંપની એનડી એન્ટરપ્રાઈઝ મારફતે ભારતીયો લિબિયા ગયા હતા. હવે કંપનીનુ કહેવુ છે કે, આતંવાદીઓએ જે માંગણી મુકી છે તેને પૂરી કરવાના પ્રયાસો ચાલુ છે.ભારતીયો જલદી ઘરે પાછા ફરશે. પરિવારજનોનુ કહેવુ છે કે, અમે વિદેશ મંત્રાલયને અને વડાપ્રધાન કાર્યાલયને આ બાબતે જાણકારી આપી ચુક્યા છે.જોકે હજી સુધી અમને સરકાર તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.