લીમખેડામાં ATM પર ભીડ જોવા મળી હતી
લીમખેડા નગરના એટીએમ સેન્ટર ઉપર આગામી દિવસોમાં બજાર બંધ રહેવાની દહેશતને અનુસંધાને સોમવારે સવારથી જ બેંકોના એટીએમ પર ભારે લાઇન બંધ ભીડ જોવા મળી જ્યારે કોઈપણ પ્રકારના આરોગ્યલક્ષી સુવિધા કે સેનીટાઈઝેર જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. જેના કારણે લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી.
લીમખેડા તાલુકામાં કોરોના વાઇરસ જેવા અનિયંત્રિત વાઈરસને માત આપવા વહીવટીતંત્ર દ્વારા 144ની કલમ લાગુ કરતા ગામ વિસ્તારોમાંથી આવતા અને બહારગામથી આવતા ગ્રામ્ય વિસ્તારના વ્યક્તિઓએ આગામી દિવસમાં બજાર બંધ રહેવાની દહેશત અનુસંધાને એ.ટી.એમ. ઉપરથી પૈસાની ઉપાડ કરવા માટે સવારથી જ લીમખેડા ખાતે આવેલ એક્ષીસ અને બેન્ક ઓફ બરોડા ના એટીએમ ની આગળ કતારબંધ લાઈનોની ભીડ જોવા મળી હતી.
જ્યારે પૈસા ઉપાડવાના સમયની સાથે ગ્રાહકોને બેંક દ્વારા હાલમાં ચાલતા વાઇરસ જેવા રોગ સામે લડત આપવા પ્રાથમિક સુવિધા સહિત સેનેટાઈઝર જેવી પ્રાથમિક સુવિધા પણ આપવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જ્યારે આટલી મોટી ઘટના બની રહી છે ત્યારે વહીવટી તંત્રની બેદરકારી છતી જોવા મળી હતી. જ્યારે એ.ટી.એમ જેવા માધ્યમોનો દૈનિક ઉપયોગ થતો હોય પ્રાથમિક સુવિધાઓ બેંક વિભાગ દ્વારા અથવા આરોગ્ય વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. (મયુર રાઠોડ લીમખેડા)