લીમખેડા અને સીંગવડ તાલુકા પંચાયતની ૩૪ સીટ ઉપર ૧૭૦૦૦ માસ્કનું વિતરણ કરતા સાંસદ જશવંતસિંહ

દાહોદ:- આજે વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, આ મહામારીને નાથવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરેલ છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, જિલ્લા સંગઠનો, જિલ્લા પ્રશાસનો દ્વારા આ મહામારી સામે જુદા જુદા પગલાં લેવામાં આવી રહ્યા છે.
તદનુસાર દાહોદ લોકસભા મત વિસ્તારના સાંસદ અને પૂર્વ કેન્દ્રિય આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર દ્વારા લીમખેડા અને સીંગવડ તાલુકાની ૮ જિલ્લા પંચાયત બેઠકોમાં સમાવિષ્ટ ૩૪ તાલુકા પંચાયતની સીટ પર કોરોના પ્રતિરોધક ૧૭૦૦૦ માસ્કનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
આ માસ્ક વિતરણ કાર્યક્રમ દરમ્યાન ધારાસભ્યશ્રી શૈલેશભાઈ ભાભોર, તાલુકા પંચાયત સર્વેશ્રી સી.કે.કિશોરી, મુકેશભાઈ ભાભોર, પૂર્વ જિલ્લા ભાજપા પ્રમુખશ્રી સુધીરભાઈ લાલપુરવાલા, જિલ્લા મહામંત્રીશ્રી દીપેશભાઇ લાલપુરવાલા, મંડલ પ્રમુખશ્રી રતનસિંહ રાવત, મંડલ મહામંત્રી સર્વેશ્રી અનિલ શાહ, રમેશભાઈ નિનામા, અગ્રણી સર્વેશ્રી સ્નેહલભાઈ ધરીયા, ડો. એ. પી. પટેલ, મંગુભાઈ મુનિયા, સરતનભાઈ ડામોર, રમીલાબેન રાવત, રૂપસિંહભાઈ માવી, સરતનભાઈ ચૌહાણ, નારસીંગભાઈ પરમાર, મહેશભાઈ પટેલ, હરેશભાઈ બારીયા સહિત વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે સાંસદશ્રી ભાભોરે ગ્રામીણોમાં કોરોનાની મહામારીનું સંક્રમણ ન થાય તે માટે માસ્ક ફરજિયાત પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા, દિવસમાં વારંવાર સાબુથી હાથ ધોવા અને સેનેટાઈઝ કરવા જણાવ્યુ હતુ.