Western Times News

Gujarati News

લીલાં મરચાં દોઢસોના કિલો, લીંબું ૧પ રૂપિયાનું એક

માર્કેટમાં લીંબુની રોજની હજાર બોરીના બદલે અત્યારે સો બોરી જ આવે છે

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં એક બાજુ ૪ર ડિગ્રીથી વધુ ગરમી પડી રહી છે. તેવામાં લીબુ હોલસેલમાં રૂ.રર૦ કિલો અને રીટેઈલમાં ૩ર૦ કિલો થઈ ગયા છે. ઉનાળામં લીંબુની માંગ વધતા બજારમાં રૂ.૩ર૦ કિલો મળતા નહોતા. વેપારીઓના જણાવ્યા મુજબ દરરોજ હોલસેલ માર્કેટમાં એક હજાર બોરી આવતી હતી

તેની જગ્યા છેલ્લા બે દિવસથી માત્ર ૧૦૦ જેટલી બોરી આવી રહી છે. જેના લીધે બજારમાં લીબુની અછત ઉભી થઈ ગઈ છે. સોશીયલ મીડીયા પર આ હકીકત ટાંકીને એવી રમૂજ ચાલતી થઈ કે નજર ઉતારવાની ચીજાેને નજર લાગી.

લીલા મરચાં દોઢસોના કિલો લીબુ ૧પનું એક બીજી તરફ ગુજરાતી થાળી અને ભાજીપાઉ ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ જણાવી રહયા છે કે, લીંબુના આટલા બધા ભાવ થઈ ગયા હોવાથી તે વાપરવાનું બંધ કરી દીધું છે. જયારે પંજાબી હોટલોમાં લીબુ લોકરમાં મુકવાની ફરજ પડી રહી છે ! એક લીબુ રૂા.૧પથી ૧૭ પડી રહયું છે.

સામાન્ય દિવસોમાં લીંબુ રૂા.૪૦ કિલો મળતા હતા. પરંતુ ઉનાળાની શરૂઆત થતાની સાથે અચાનક બજારમાં લીબુની આવક ઓછી થઈ જતા હાલ રૂા.ર૪૦ કિલો હોલસેલમાં મળી રહયા છે.

રાજનગર શાક માર્કેટના છે કે, લીબુ અને મરચાની માંગ બજારમાં વધુ છે. પરંતુ તે ઓછા આવી રહયા છે. જેના લીધે ભાવોમાં કૃત્રિમ ઉછાળો આવી ગયો છે. બજારમાં જયા સુધી પુરતો સ્ટોક નહી આવે ત્યાં સુધી ભાવો નીચા આવવાની શકયતા નહીવત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.