લીવ-ઇનમાં રહેતી યુવતીએ પ્રેમી પર તેજાબ ફેંકતા મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/Acid-scaled.jpeg)
Files Photo
આગરા: કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને હકિકતમાં કેટલાક કિસ્સામાં આવા આંધળા પ્રેમનો કરૂણ અંજામ પણ આવતો હોય છે. સામાન્ય રીતે ભારત દેશમાં યુવતીઓ એસિડ એટેકનો શિકાર બની હોવાના અસંખ્ય કિસ્સાઓ બન્યા છે પરંતુ પ્રેમના પ્રતિક એવા તાજમહલના શહેરમાંથી એક વિચિત્ર અને કરૂણ ઘટના સામે આવી છે. અહીંયા પ્રેમિકાએ પ્રેમી પર એસિડ એટકે કરતા યુવકનું મોત થઈ ગયું છે.
બનાવ જાણીને વિશ્વાસમાં નહીં આવે પરંતુ આ સમગ્ર ઘટના સત્ય ઘટના છે. ઉત્તર પ્રદેશના આગરામાં એક પ્રેમિકાએ પ્રેમી પર તેજાબ ફેંકતા સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે. બનાવ આગરા શહેરના હરીપર્વત પોલીસ મથકની હદમાં ઘટી છે. અહીંયા દેવેન્દ્ર કુમાર નામના એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે.
જાેકે, દેવેન્દ્રનું મૃત્યુ તેની પ્રેમિકા દ્વારા ફેંકવામાં આવેલા એસિડથી થયેલી ઇજાઓની સારવાર દરમિયાન થયું છે. પ્રાપ્ત વિગતો મુજબ દેવેન્દ્ર તેની પ્રેમિકા સોમના સાથે સાથે લીવ-ઇનમાં રહેતો હતો. દેવેન્દ્ર અને સોમના આ એસિડ કિસ્સામાં દેવેન્દ્રએ હૉસ્પિટલમાં મરતા પહેલાં નિવેદન આપ્યું હતું કે ‘હું ઘરે પરત ફર્યો ત્યારે સોમને મારા માટે ચા બનાવી હતી અને ત્યારબાદ હું ચા પીને ઉંઘી ગયો ત્યારે સોનમે મારા પર એસિડ ફેંકી દીધું હતું અને ત્યારબાદ તે ભાગી ગઈ હતી.
આ અંગે આગરાના સિટી એસપી રોહન પી બોત્રેએ જણાવ્યું હતું કે ‘પ્રેમી દેવેન્દ્ર કાસગંજ જિલ્લાનો રહેવાસી હતો અને સોમન ઓરૈયાની રહેવાસી હતી. દેવેન્દ્ર એક પેથૉલૉજી લેબમાં કામ કરતો હતો અને સોમન હૉસ્પિટલમાં નર્સ હતી. બંને લીવ-ઇન રિલેશનમાં રહેતા હતા. જાેકે, કોઈ કારણોસર આ બંને વચ્ચે કોઈક કારણોસર વિવાદ થતા સોમન નામની આરોપીએ દેવેન્દ્ર પર તેજાબ ફેંક્યુ હતું. દેવેન્દ્રને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ આવવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થયું છે.