Western Times News

Gujarati News

લીવ ઈન રિલેશનશીપમાં રહેતા યુવકે યુવતિ સાથે કરેલી છેતરપીંડી

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેતરપીંડીની અનેક ફરિયાદો નોંધાઈ રહી છે આવી જ એક ચોંકાવનારી ફરિયાદ એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે જેમાં એક યુવતિને યુવક સાથે પ્રેમ થઈ ગયા બાદ લીવ ઈન રિલેશનશીપમાં રહેતા યુવકે યુવતિ સાથે છેતરપીંડી આચરી તેનું બુલેટ બાઈક લઈને ફરાર થઈ ગયો છે આ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે મુળ કોલકાત્તામાં રહેતી પુજા નિર્મળકુમાર શાહ નામની ર૯ વર્ષની યુવતિ અમદાવાદ શહેરમાં રોજીરોટી મેળવવા આવી હતી અને તે આંબાવાડી ખાતે શ્રીકૃષ્ણ કોમ્પલક્ષેમાં છેલ્લા ૯ વર્ષથી લેમન સ્પા નામનું સ્પા સેન્ટર ચલાવે છે આ દરમિયાન તેના સ્પા સેન્ટરમાં નિયમિત રીતે ત્રણ વર્ષ પહેલા સંદિપ સુરેશચંદ્ર જાષી નામનો યુવક મસાજ કરવા આવતો હતો.

આ દરમિયાન પુજા સાથે તેની મિત્રતા કેળવાતા બંને વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો હતો પુજા જીવરાજ પાર્ક વિસ્તારમાં કુંજ વિહાર સોસાયટીમાં રહેતી હતી અને સંદિપ જાષી નામના યુવક સાથે મિત્રતા કેળવાયા બાદ તેઓ એકબીજાને મળવા લાગ્યા હતા અને બંને એકબીજાને પસંદ કરતા બંને જણા રાજીખુશીથી લિવ ઈન રીલેશીનશીપમાં રહેવા લાગ્યા હતા તા.૧૧.૧૦.ર૦૧૭ના રોજ નોટરી કરાર કરી બંને જણાં મોનાપાર્ક સોસાયટી જીવરાજપાર્ક ખાતે ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતાં.

લીવ ઈન રિલેશનશીપમાં બંને જણાં રહેવા લાગ્યા બાદ સંદિપ પણ તે સ્પા સેન્ટરમાં બેસવા લાગ્યો હતો દોઢ એક વર્ષના ગાળા બાદ બધુ બરાબર ચાલતુ હતું યુવતિએ સંદિપને બુલેટ બાઈક પણ અપાવ્યું હતું પરંતુ થોડા દિવસોમાં જ સંદિપ બાઈક લઈને ફરાર થઈ ગયો હતો અને મોબાઈલ ફોન પણ બંધ કરી દીધો હતો છ મહિનાના ગાળા બાદ અચાનક જ તેનો સંપર્ક સધાતા યુવતિએ પોતાના બાઈકની ઉઘરાણી કરી હતી.

પરંતુ સંદિપે ઉડાઉ જવાબ આપી દીધો હતો તપાસ કરતા સંદિપ જાષી ૯૧, મોતીનગર સોસાયટી, જલતરંગ સોસાયટીની પાસે ડી કેબીન સાબરમતી ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું છે. યુવતિએ આ અંગે એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.