Western Times News

Gujarati News

લુંટના આરોપીએ લોકઅપમાં જાતે ઈજા કરી પોલીસનેે ફસાવવાની ધમકી આપી

પ્રતિકાત્મક

વટવા પોલીસે ફરીયાદ નોંધી- બુધવારે સવારે તેની પત્ની ચા-નાસ્તો લઈને આવી હતી- ડીશ વાળીને જાતે હાથ પર ઘસરકા માર્યા

(પ્રતિનિધિ) અમદાવાદ, બે દિવસ અગાઊ વટવા ચાર માળીયામાં રહેેતાં રહીશને મારમારી લુંટ કરનાર આરોપીે વટવા પોલીસ સ્ટેશનમાં ઊધામા મચાવ્યાની ઘટના સામે આવી છે. આરોપીએ અસભ્ય વર્તન કરવાનું શરૂ કરતાં પોલીસે તેમ કરવાની ના કહેતાં ઉશ્કેરાઈ જઈને જમવાની ડીશ વાળીને પોતાનાં જ હાથ ઉપર ઘસરકા માર્યા હતા.

બાદમાં પોલીસ સ્ટાફ સામે ખોટી ફરીયાદ કરવાની ધમકી આપવા લાગ્યો હતો. આ ઘટનાની વિગત એવી છે કે લુંટ અને મારામારીનાં કેસમાં વટવા, સદભાવના ચાર માળીયામાં રહેતો ઇમરાન ઉર્ફે કડીયો ઉર્ફે ગામડીયો વટવા પોલીસ સ્ટેશનમાં અટકમાં હતો. બુધવારે સવારે તેની પત્ની ચા-નાસ્તો લઈને આવી હતી.

જે કર્યા બાદ ઇમરાને અસભ્ય વર્તન કરતાં પોલીસ સ્ટેશનનાં સ્ટાફે તેને રોક્યો હતો. જેથી વધુ ઉશ્કેરાઈને તેણે નાસ્તા માટેની ડીશવાળીને જાતે હાથ પર ઘસરકા માર્યા હતા. જેથી સ્ટાફે તેનાં હાથમાંથી ડીશ ખેંચી લેેતાં આ ઈજા તમે મની કરી છે. હું તમારી સામે કોર્ટમાં ફરીયાદ કરી પરેશાન નાખીશ તેવાં આક્ષેપો કરવા લાગ્યો હતો. જેને પગલે વટવા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેેબલ મહેન્દ્રભાઈએ તેના વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે સોમવારે બપોરે અઢી વાગ્યાનાં સુમારે વટવા, સદ્‌ભાવના ચાર માળીયામાં રહેતા મોહસીન ઉર્ફે બછડા શેખ પોતાનાં ફ્લેટ નીચે ઊભાં હતા ત્યારે યુનુસ મેમણે તેમનાં ખિસ્સામાંથી ૫૦૦ રૂપિયાની લુંટ કરી હતી. તેમની વચ્ચે બોલાચાલી થતી હતી.

એ સમયે ઇમરાન ઉર્ફે કડીયો ઉર્ફે ગામડીયો, સિકંદર તથા આઝાદ ત્યાં આવી ગયા હતા. અને સિકંદર, આઝાદ અને યુુનુસે મોહસીનભાઈને પકડી રાખી ઇમરાને બેઝબોલના દંડા તેમને પગમાં માર્યો હતો. ઉપરાંત ચારેય તેમને ગડદાપાટુનો માર મારી ભાગી ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.