‘ટોટલ ધમાલ’ પછી સ્ટાર ગોલ્ડ પર વર્ષનું બીજું હાઈએસ્ટ પ્રિમિયર લુકા છૂપી બન્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/06/LukaChhpi.jpeg)
એક પછી એક સુપરહીટ પ્રિમિયર્સ સાથે સ્ટાર ગોલ્ડે નવા વિક્રમો સ્થાપ્યા
તમે જ્યારે બોલિવૂડ બ્લોકબસ્ટર્સ ટેલિવિઝન પર વિચારો, ત્યારે તેમાં એક નામ જ ધ્યાનમાં આવે જે છે સ્ટાર ગોલ્ડ અને તે યોગ્ય પણ છે. આ ચેનલ દ્વારા બેક ટુ બેક હાઈએસ્ટ રેટેડ પ્રિમિયર્સ ચાર જ સપ્તાહમાં રજૂ કરી રહી છે. ‘ટોટલ ધમાલ’ના પ્રિમિયર સાથે ટેલિવિઝન રેકોર્ડ્સ તોડ્યા પછી ચેનલે લુકા છૂપીના તાજેતરના પ્રસારણ સાથે 9.4 મિલિયન ઈમ્પેશન્સ (એચએસએમ, અર્બન 2+) પ્રાપ્ત કરેલ છે.
પ્લેટફોર્મની ક્ષમતા, માર્કેટિંગ કુશાગ્રતા અને બ્રાન્ડ લગાવ સાથે – સ્ટાર ગોલ્ડની નવી ઓફરિંગ લુકા છૂપીને 42.9 મિલિયન ટ્યુન-ઈન્સ પ્રાપ્ત થઈ છે. કાર્તિક આર્યન અને કૃતિ સેનન અભિનિત રોમેન્ટિક કોમેડી ચેનલ પરની આ વર્ષની સૌથી વધુ જોવાયેલ પ્રિમિયર બની રરહી છે અને સિમ્બા, સંજુ, પેડમેન, ઉરી, રેસ-3 અને ઠગ્સ ઓફ હિન્દોસ્તાં જેવી ફિલ્મોનાં રેકોર્ડ તોડ્યા છે. ચેનલ પર ફિલ્મની સફળતા અંગે સ્ટાર ઈન્ડિયાના હિન્દી મૂવીઝ બિઝનેસના જનરલ મેનેજર અને એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડન્ટ હેમલ ઝવેરીએ કહ્યું હતું, ‘અમારા દર્શકોનાં હોમ સ્ક્રીન પર વિશાળ બ્લોકબસ્ટર્સ લાવવા એ અમારૂં વચન શરૂઆતથી રહ્યું છે. આ વિજયી કૂચ સાથે ઓડિયન્સનો અમારા પરનો વિશ્વાસ વધ્યો છે અને અમે ઉત્તમ બોલિવૂડ બ્લોકબસ્ટર્સ ફિલ્મો માટેનું તે સૌથી પસંદગીનું સ્થાન તરીકે બન્યા છીએ. એક પછી એક બે પ્રિમિયર્સ ટોટલ ધમાલ અને લુકા છૂપીની જોરદાર સફળતાથી ચેનલની કન્ટેન્ટ સ્ટ્રેટેજી અને અસરકારક માર્કેટિંગ કુશાગ્રતાને એક નવી માન્યતા મળી છે.’
લુકા છૂપીને મળેલા જોરદાર પ્રતિસાદથી આનંદિત પ્રોડ્યુસર દિનેશ વિજાને કહ્યું હતું, ‘આ ખરેખર રોમાંચક છે. સ્ત્રી ફિલ્મ માટે જોરદાર પ્રતિસાદ પછી આ ખરેખર અત્યંત વાસ્તવિક આવકાર છે. ટેલિવિઝન આજે એક સ્વતંત્ર વિકલ્પ છે અને એ જાણવું કે દર્શકો અમારા પ્રત્યે ખૂબ જ પ્રેમ દર્શાવી શકે છે એ ઘણું રોમાંચક છે. તે ઉત્તમ કન્ટેન્ટને પીઠબળ આપવાની અમારી માન્યતાને મજબૂત કરે છે. વધુમાં અમને સ્ટાર ગોલ્ડ જેવા સહયોગી મળ્યા છે જે રોમાંચક કન્ટેન્ટ શેર કરવા એટલા જ આતુર છે. ગૂડ સિનેમા ખરેખર યુનિવર્સલ ભાષા બોલે છે.’ કાર્તિક આર્યને કહ્યું હતું, ‘લુકા છૂપી ખૂબ પ્રેમથી બની છે અને ઓડિયન્સ તરફથી જે પ્રતિભાવો મળ્યા છે તેનાથી ખૂબ સારૂં લાગે છે. સ્ટાર ગોલ્ડ અમારા માટે અનેક લોકો સુધી પહોંચવા અપેક્ષિત સહયોગીની ગરજ સારે છે.’
જયારે ફિલ્મ ‘લુકા છુપી’નું પ્રીમિયર સ્ટાર ગોલ્ડ પર કરવામાં આવ્યું, ત્યારે અભિનેત્રી કૃતિ સેનને અલગ અને નવા અંદાજે પોતાના પ્રશંસકો ની સાથે જોડાવાનું કામ કર્યું. તે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ રહી અને તેને 20 મિલિયનથી વધારે પ્રશંસકો સાથે વાતચીત કરી. તેમને ફિલ્મ, તેના દ્રશ્યો અને પોતાના પસંદિત પળો સાથે જોડાયેલ પ્રશંસકોના સવાલોના જવાબ આપ્યા.
જ્યારે કૃતિ સેનને કહ્યું હતું, ‘લૂકા છૂપે હંમેશા મારા માટે અત્યંત ખાસ ફિલ્મ રહી છે. મારા તમામ પ્રશંસકો અને દર્શકોને આટલો પ્રેમ આપવા બદલ અને સ્ટાર ગોલ્ડને આવી સફળતા અપાવવા માટે ખૂબ આભારી છું.’
ફિલ્મો જેમકે સ્ત્રી, બાગી 2, ગોલમાલ અગેઈન, જુડવા-2 અને હાલની સફળ ફિલ્મો ટોટલ ધમાલ અને લૂકા છૂપી સાથેની અજોડ કન્ટેન્ટ લાયબ્રેરી સાથે સ્ટાર ગોલ્ડ વિશાળ બોલિવૂડ મૂવીઝનું સ્થાન બની રહી છે. ચેનલની આગામી ઓફરીંગ એક્શન પેક જંગલી છે જેનું પ્રિમિયર 23 જૂન, 2019ના રોજ બપોરે 12.30 વાગ્યે યોજાશે. હેમલ ઝવેરીએ કહ્યું હતું, ‘અમને વિશ્વાસ છે કે જંગલી અમારી સફળતામાં વધુ ઉમેરો કરશે અને નવા સિમાચિહ્નો સ્થાપવામાં મદદ કરશે.’