લુણાવાડાના અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વાવના મુવાડા સ્લમ વિસ્તારમાં સગર્ભા મહિલાઓ માટે તપાસણી કેમ્પન યોજવામાં આવ્યો
લુણાવાડા: કોરોના વાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે પણ મહીસાગર જિલ્લા્ના આરોગ્ય તંત્ર દ્વારા સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. જેના થકી કોરોના આ સંકટકાળમાં સગર્ભા મહિલાઓની તંદુરસ્તી જળવાઇ રહે અને નિરોગી રહે તે માટે રક્ષણાત્મક આરોગ્યલક્ષી પગલાં ભરીને તેમનું સ્વાસ્થ્ય સારૂં રહે તે માટે ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે.
આ કામગીરી જિલ્લા કલેકટર શ્રી આર. બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એસ. બી. શાહની રાહબરી હેઠળ તાજેતરમાં લુણાવાડા અર્બન હેલ્થજ સેન્ટર દ્વારા વાવના મુવાડાના સ્લમ વિસ્તારમાં સગર્ભા મહિલાઓની ચકાસણી માટે આરોગ્ય કેમ્પનું આયોજન સ્ત્રી રોગ નિષ્ણાત ડૉ. નિશાંત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં ૨૨ સગર્ભા મહિલાઓની પૂર્વ પ્રસૂતિની તપાસ કરવાની સાથોસાથે તમામ સગર્ભા મહિલાઓનું વજન, બ્લેડ પ્રેશરની ચકાસણી, ર્જીઁં૨, અને થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. જયારે તમામ સગર્ભા મહિલાઓનું લેબોરેટરી પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં સગર્ભા મહિલાઓને કોરાના મહામારી અંગેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ આ કેમ્પ દરમિયાન મહિલાઓએ માસ્કમ પહેરીને આવી હતી તેમજ કેમ્પ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાની સાથે સેનેટાઇઝરનો ઉપયોગ કર્યો હતો.
આમ કોરોનાના સમયમાં પણ આરોગ્ય તંત્ર દ્વારા સગર્ભા મહિલાઓ માટે વિશેષ કાળજી લઇ તેમની તંદુરસ્તી જળવાઇ રહે અને નિરોગી રહે તે માટે જિલ્લા આરોગ્યા તંત્ર દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે.