લુણાવાડાના હિદોલ્યા ગામના યુવકને તાલીબાની સજા
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) લુણાવાડા તાલુકા ના હીદોલ્યા ગામે આજરોજ હિન્દી ફિલ્મોમાં સર્જાતા ક્રાઇમસીન ની સ્ટોરી ને પણ ટક્કર મારે એવી કલ્પના બહારની અસલ સ્ટોરી માં એક કારમાં આવેલ ઈસમો એ ગામના રહેવાસી ધુળાભાઈ માછીને કોઈક અજાણ્યા સ્થળે થી અપહરણ કરીને લઈ ગયા બાદ હાથ પગે દોરડા બાંધ્યા ધુળાભાઈ માછી ઉપર તાલીબાની અત્યાચાર ગુજારીને બહેરહેમી પૂર્વક માર માર્યા બાદ
હીદોલ્યા ગામની વચ્ચે ધુળાભાઈ માછીને જાહેરમાં ફેંકી ને કાર સવારો રફૂચકકર થઈ જતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર પ્રસરી જવા પામી છે .ગંભીર ઇજાગ્રસ્ત એવા ધુળાભાઈ માછી ને તાત્કાલિક સારવાર અર્થે લુણાવાડા કોર્ટેજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા એમાં કહેવાય છે કે વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવ્યા છે.
લુણાવાડા પંથકમાં ભારે ચકચાર પ્રસરાવી દેનાર આ હીદોલ્યા ગામ ના આજ ના બનાવવામાં જાણવા મળ્યા પ્રમાણે ધુળાભાઈ માછી કોઈ કામ અર્થે ધારાવાળા ગામે ગયા હતા
ત્યારે યોજનાબધ્ધ કાર લઈને આવેલા કારસવારો કે જેવો પરિચિત હોવાની સંભાવનાઓ વચ્ચે વિશ્વાસ સાથે ધુળાભાઈ માછીને કારમાં બેસાડ્યા હતા અને ધુળાભાઈ માછી કાંઈક સમજે આ પહેલા તેઓના હાથ અને પગ બંને દોરડાથી બાંધ્યા બાદ કારમાં સવાર
અજાણ્યા ઈસમો એ અજાણી જગ્યાએ લઈ જઈને અગર તો ચાલુ કારમાં અમાનુશી તાલીબાની અત્યાચાર ગુજારીને ધુળાભાઈ એ માછી ને માર મારીને લોહી લુહાણ કરી દીધા હતા. અને ત્યારબાદ ફિલ્મી સ્ટાઇલની જેમ ધુળાભાઈ માછી ને અર્ધ બેભાન હાલત માં હિદોલ્યા ગામ ની વચ્ચે જાહેર માં ફેંકીને કારસવારો ભાગી છૂટ્યા હતા.
જો કે આ ઘટના ની જાણ સાથે ઘટના સ્થળે દોડી આવેલા ધુળાભાઈ ના સ્વજનોએ તાલીબાની અત્યાચાર નો આકૃત્ય ગામના કેટલાક રહીશોએ કર્યું હોવાના આક્ષેપો કર્યા હતા જો કે આ ઘટનાને લઈને લુણાવાડા પોલીસ તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે.