લુણાવાડાની પેટા ચૂંટણીની શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે તંત્ર સજ્જ
લુણાવાડા: ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧૨૨ – લુણાવાડા વિધાનસભા પેટા ચૂંટણી તારીખ ૨૧-૧૦-૨૦૧૯ ના રોજ મતદાન થશે. તારીખ ૨૪-૧૦-૨૦૧૯ના રોજ મતગણતરી થશે. જેના ભાગરૂપે લુણાવાડા વિધાનસભા પેટા ચૂંટણી શાંતિપૂર્ણ, નિર્ભય પણે, તટસ્થ રીતે યોજાય, આદર્શ આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થાય તે માટે તેમજ ચૂંટણી પ્રક્રિયાની કામગીરીની સમીક્ષા બેઠક જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આર.બી.બારડ ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા જનરલ ઓબ્ઝર્વર દેવોલા દેવીદાસ, જિલ્લા વિકાસ અધિકારી અને ખર્ચ નિયંત્રણના દેખરેખ નોડલ અધિકારીશ્રી નેહા કુમારી અને પોલીસ અધિક્ષકશ્રી ઉષા રાડા તેમજ નિવાસી અધિક કલેકટર શ્રી આર આર ઠક્કરની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન લુણાવાડાના સભાખંડમાં યોજાઇ હતી.
બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.બી.બારડે લુણાવાડા વિધાનસભા પેટાચૂંટણી પ્રક્રિયા દરમિયાન આદર્શ આચારસંહિતાનો ચુસ્તપણે અમલવારી તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં નિર્ભયપણે અને તટસ્થ રીતે ચૂંટણી યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજજ હોવા બાબતે જનરલ ઓબ્ઝર્વર દેવોલા દેવીદાસ ને માહિતગાર કર્યા હતા.
વધુમાં મેનપાવર મેનેજમેન્ટ કાયદો અને વ્યવસ્થા, ઇ.વી.એમ/વીવીપીએટ, તાલીમ, આદર્શ આચાર સંહિતા, ખર્ચ નિયંત્રણ, દેખરેખ હેલ્પ લાઇન, સ્વીપ, પીડબલ્યુ ડી, મતદાન મથકો ચૂંટણીમાં અધિકારી-કર્મચારીઓની વ્યવસ્થા તેમજ લુણાવાડા વિધાનસભા પેટા ચૂંટણી મતાધિકારનો ઉપયોગ કરનાર મતદાતાઓની જાણકારી પ્રેઝન્ટેશન દ્વારા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી નેહા ગુપ્તાએ આપી હતી.
બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને આચાર સંહિતાના નોડલ અધિકારી શ્રી જે.કે જાદવ, પ્રાયોજના વહીવટદાર શ્રી નીનામા તેમજ નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.