Western Times News

Gujarati News

લુણાવાડામાં માસ્ક વગર ફરતાં વ્યકિતઓ પાસેથી રૂ. ૩૫૪૦૦ વસુલ કરવામાં આવ્યો

લુણાવાડા: કોરોના વાયરસની મહામારી સામે દેશ સહિત રાજય મકકમતાથી લડત આપીને કોરોનોને મહાત આપવા તથા સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા કલેકટર શ્રી આર. બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે.

ત્યારે મહીસાગર જિલ્લામાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને જાહેર સ્થળોએ ફરજીયાત માસ્ક પહેરવાના જાહેરનામાનું કડક અમલીકરણ થાય તે માટે તંત્રએ લાલ આંખ કરી છે. જિલ્લાની તમામ નગરપાલિકાઓ, પંચાયત વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીના માસ્ક અંગેના જાહેરનામાનું સુચારૂ અમલીકરણ થાય તે માટે માસ્ક વગર ફરતા લોકો પાસેથી દંડ વસુલવાની કામગીરી ઝુંબેશરૂપે હાથ ધરવામાં આવી છે.

જિલ્લા કલેકટર શ્રી આર. બી. બારડ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી અને જિલ્લા પોલીસ વડા શ્રીમતી ઉષા રાડા (દેસાઇ) દ્વારા અવાર-નવાર જિલ્લાના પ્રજાજનોને સરકાર તરફથી જાહેર કરવામાં આવતી વિવિધ સુચનાઓનું પાલન કરવા તેમજ જયારે પણ ઘરની બહાર નીકળો ત્યારે માસ્ક પહેરીને જ બહાર નીકળવા અપીલ કરવામાં આવે છે.

આમ છતાં પણ કેટલાંક નાગરિકો દ્વારા તેનું પાલન કરવા ઉદાસીનતા સેવવામાં આવી રહી છે. જેના કારણે કોરાના વાયરસનું સંક્રમણ ફેલાવાનો ભય ઉભો થયેલો છે. ત્યારે તંત્ર દ્વારા નાગરિકોમાં જાગૃતતા આવે અને સાવચેતી રાખે તે હેતુસર માસ્કં પહેર્યા વગર બહાર નીકળતા નાગરિકો સામે લાલ આંખ કરીને સ્થળ ઉપર દંડ વસુલવામાં આવી રહ્યો છે.

તદ્અનુસાર લુણાવાડા નગરપાલિકા વિસ્તારમાં રૂ. ૨૨૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તારમાં રૂ ૧૩૪૦૦/- મળી કુલ રૂ. ૩૫૪૦૦/- નો દંડ માસ્કઅ વિનાના લોકો પાસેથી સ્થ૧ળ ઉપર જ વસુલ કરવામાં આવ્યોુ હતો.  આમ, વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને માસ્કમનું મહત્વઅ સમજાવવાની સાથે આપણી જિંદગી આપણા હાથમાં સૂત્ર અપનાવીને ઘરની બહાર માસ્કો પહેર્યા વગર ન નીકળવા સમજાવીને દંડથી બચવા માટેની સમજ આપવામાં આવી રહી છે.

તેમજ નાગરિકોને એક સંદેશો પણ પાઠવામાં આવ્યો છે કે માસ્કે પહેર્યા વગર જો ઘરની બહાર નીકળશો તો દંડથી નહીં બચી શકો માટે દંડથી બચવા દરેક નાગરિકે માસ્કમ પહેરીને જ ઘરની બહાર નીકળવું જોઇએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.