લુણાવાડા ખાતે 110 દિવ્યાંગ લાભાર્થીઓને રૂા.5.54 લાખના સાધન સહાયનું વિતરણ કરાયું
લુણાવાડા: મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ધ્વારા લુણાવાડા રાજપુત સમાજની વાડી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબેન ખાંટના મુખ્ય મહેમાન પદે વિશ્વ દિવ્યાંગ દિનની જિલ્લા કક્ષાની ઉજવણી થઇ હતી.
આ અવસરે લુણાવાડાના ધારાસભ્યશ્રી જીગનેશભાઇ સેવકે જણાવ્યું હતું કે, સમાજમાં દિવ્યાંગો ઉન્નતમસ્તકે અને વટભેર જીવન વ્યતિત કરી શકે તે માટે દિવ્યાંગોના ઉત્થાન માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે તે વધુમાં ઉમેર્યું હતુ કે સમાજમાં દિવ્યાંગોને હુંફ અને માનમોભો રહે તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક વિધ યોજનાનો લાભ લઇ આર્થિક પગભર બની કુંટુંબમાં સુખ શાંતિથી જીવન ગુજરી શકે તેવા પ્રયાસો જિલ્લા વહીવટી તંત્ર ધ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા તે વિવિધ યોજનાની જાણકારી મેળવી તેનો લાભ લઇ દરેક ક્ષેત્રમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ જણાવ્યું હતું કે, દિવ્યાંગોના કલ્યાણ અર્થે રાજ્ય/કેન્દ્ર સરકાર કટિબધ્ધ છે. ત્યારે દિવ્યાંગો સમાજમાં ઉન્નત નતમસ્તક જીવન વ્યતિત કરી શકે તે માટે દિવ્યાંગોના ઉત્કર્ષ માટે જિલ્લા વહીવટી તંત્ર હરહંમેશાં તત્પર રહ્યું છે. પગભર કરવા સાધન સહાય દિવ્યાંગોને આર્થિક પગભર કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે દિવ્યાંગોને સાધન સહાય મળવાથી દિવ્યાંગોના પરિવારમાં પ્રકાશનું અજવાળું પથરાશે.
નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.ઠક્કરે જણાવ્યું હતું કે, દિવ્યાંગોના સર્વાગી વિકાસ વિવિધ યોજનાનો અમલિત છે જેનો લાભ દિવ્યાંગોને મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર ધ્વારા કાળજી રાખવામાં આવી રહી છે.
સમાજ સુરક્ષા અધિકારીશ્રી કલ્પેશભાઇ વાણીયાએ સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું કે વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી મહીસાગર જિલ્લામાં ઉજવાઇ રહી છે. ત્યારે જિલ્લાના ૧૧૦ દિવ્યાંગ લાભાર્થીઓને ટ્રાઇસિકલ, હાથલારી, સિલાઇ મશીન, બાયસિકલ વગેરે મળી રૂા.૫.૫૧ લાખના સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત ચાલુ વર્ષમાં ૫૮૬ દિવ્યાંગ ઓળખકાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ ૩૫ લાભાર્થીઓને રૂા.૧૭.૨૦ લાખની સહાય તેમજ ૫૪ દિવ્યાંગોને ૭૨૫૦૦/- ની શિષ્યવૃતિની ચુકવણી કરવામાં આવી છે.
આ ઉપરાંત યુડીઆઇડી રજીસ્ટ્રેશન અને મેડીકલ એસેસમેન્ટ કેમ્પ જનરણ હોસ્પિટલ, લુણાવાડા ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિરપુર એ.પી.એમ. ચેરમેનશ્રી, જીવદયા કમીટીનાશ્રી કાજલબેન શાહ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી નિરવ પંડ્યા સહિત મોટી સંખ્યામાં દિવ્યાગો ઉપસ્થિત રહ્યા હતા.