લુણાવાડા મુસ્લિમ સમાજ દ્વારા મોબલીન્ચીગનો ઉગ્ર વિરોધ, તાત્કાલિક કાર્યવાહીની માંગ
(પ્રતિનિધિ) વિરપુર, ભારત દેશના ઝારખંડ રાજ્યમાં સસયકેલા જિલ્લાના ખરસાવા પોલીસ સ્ટેશનની હદમાં આવતા કડમહિડા ગામે તાઃ-૧૭-૦૬-૨૦૧૯ નાં રોજ તબરેજ અન્સારી નામનાં મુસ્લિમ યુવકની મોબલીન્ચિંગ હત્યા કરવામાં આવેલ છે. ઝારખંડમાં ૨૪ વર્ષના એક મુસ્લિમ યુવક, તબરેજ અંસારીને ચોરીના શકમાં ભીડે માર-મારતા એનું મૃત્યુ થયું હતું. ભીડ આ યુવકને સતત ૧૮ કલાક સુધી મારતી રહી. ત્રણ દિવસ બાદ તેનું મોત થઈ ગયું.
દેશભરમાં વધી રહેલી મોબલીન્ચિંગ (ટોળાઓ દ્વારા કરવામાં આવતી હિંસાઓ)ની ઘટનાઓ સામે સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશોનું ચુસ્તપણે અમલ કરાવવા તેમજ મોબલીન્ચિંગનાં બનાવનો ભોગ બનનાર પિડિતનાં પરિવારને વળતર અને ન્યાય મળે તેનાં માટે સમગ્ર દેશમાં વિવિધ શહેરોમાં વિરોધ થઈ રહયા છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ઉપરોક્ત ઘટના ના કારણે લઘુમતી સમાજમાં ભય નો માહોલ ઉભો કરવાના ભાગ રૂપે આ હત્યા કરવામાં આવી હોય તેવું જણાઇ આવે છે. આઘટનામાં પોલીસની કામગીરી ઉપર પણ શકા વ્યક્ત કરવામાં આવી છે. જેનાં ભાગરૂપે મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને બનાવનાં સંદર્ભમાં આવેદનપત્ર આપવાનુ આયોજન કરવામાં આવેલ ઇકબાલ ભાઈ સુરતી, રિયાઝભાઈ કાજી (પત્રકાર), અલતાફ કાજી, યુસુફ પઠાણ, હાજી જમીલ રશીદ, બુરહાન સિભાઈ, નઇમભાઈ ખરોલવાળા વિગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.*