લુણાવાડા મોડાસા હાઈવે પર લીંબડીયા ચોકડી નજીક ૫ વાહનો એકબીજા સાથે ભટકાયા
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: લોકડાઉન અનલોક થતાની સાથે રાજ્યમાં ફરી વણથંભી અકસ્માતોની વણઝાર ચાલું થઈ ગઈ છે.મોડાસા-લુણાવાડા હાઈવે પર આવેલ લીંબડીયા નજીક વિચિત્ર અકસ્માતની ઘટના બની હતી લીમડિયા ચોકડી પાસે ૫ જેટલા ખાનગી વાહનો એકબીજા સાથે ધડાકાભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ ટ્રક કન્ટેનર પલટી જતા વાહનોનો કડૂચાલો બોલાઈ ગયો હતો આ અકસ્માતમા ૮ થી વધુ લોકો ટ્રક નીચે દટાયા હોવાની ભીતિ વચ્ચે અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ અને બાકોર પોલીસે બચાવ કામગીરી હાથધરી હતી.
જેમાં મોડાસાના આશાસ્પદ યુવક ભૌમિક મહેતાનું મોત નિપજતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું જ્યારે અન્ય બે લોકોના શરીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા બકોર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી વિચિત્ર અકસ્માતમાં ૮ થી વધુ લોકો ગાડી નીચે દટાયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું જે રાહત કામગીરી પછી ટ્રક નીચે કોઈ પણ રાહદારી દટાયેલ ન હોવાનું બહાર આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર લુણાવાડા મોડાસા હાઇવે પર આજે ગમખ્વાર અકસ્માતના સર્જાયો હતો જેમાં ખાનપુરની લીંબડીયા ચોકડી પર એક સાથે ૫ કરતા વધારે વાહનો ધડાકાભેર એકબીજા સાથે અથડાતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જેમાં હાઇવે પર પસાર થતી ટ્રકે પલ્ટી મારતા આસપાસમાં ઉભેલા વાહનો અને લોકો ગાડી નીચે દબાયા
હોવાનું આજુબાજુના દુકાનદારોએ અને લોકોએ અનુમાન લગાવ્યુ હતું અકસ્માતની ઘટનાના પગલે હાઈવે પર સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને તંત્ર પહોંચીને રેસ્ક્યૂ કરે તે પહેલા તેમને બચાવ કામગીરી શરૂ કરી છે ટ્રક ટ્રેલરનો કાટમાળ હટાવતા કોઈ પણ રાહદારી ટ્રક નીચે દટાયેલો મળી ન આવતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો આ વિચિત્ર અકસ્માતમાં વેગનઆર કારમાં સવાર મોડાસાના ભૌમિક નરેશભાઈ મહેતાનું મોત નિપજતા પરિવારજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી
બકોર પોલીસે મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી આશાસ્પદ યુવકનું મોત નિપજતા સોશ્યલ મીડિયામાં શ્રદ્ધાંજલિ નો ધોધ વહ્યો હતો સાથે શોકની લાગણી છવાઈ હતી