લુણાવાડા વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચાર – પ્રસાર પર બાજ નજર
લુણાવાડા : મહિસાગર જિલ્લામાં ૧૨૨ લુણાવાડા વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૧૯ દરમિયાન ચૂંટણી લડતા ઉમેદવારો તેમજ રાજકીય પક્ષોના પ્રચાર પ્રસારની તમામ ગતિવિધિઓ ઉપર બાજ નગર રાખવા માટે ચૂંટણી પંચ ધ્વારા જિલ્લા સેવા સદન- લુણાવાડા – મહીસાગર ખાતે ઇએમએમસી અને એમસીએમસી સમિતિનું ગઠન કર્યું છે.
જેમાં જિલ્લા બાળ સુરક્ષા કચેરીના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ તેમજ જિલ્લા માહિતી કચેરીાના સુપરવાઇઝર શ્રી જે.કે.રાવલ ઇલેક્ટ્રોનીક મીડીયાનું મોનિટરીંગ લીડર તરીકે કામગીરી કરી રહ્યા છે. જ્યારે એમ.સી.એમ.સી મોનિટરીંગ લીડર તરીકે શ્રી એમ.બી.ભોઇ સંર્પૂણ રાઉન્ડ કલોક ઇલેક્ટરોનિક મીડીયા પ્રિન્ટ મીડીયા સહિતના માધ્યમો ઉપર પ્રસારિત થતા ન્યુઝ ઉપર ચાંપતી નગર રાખે છે.
મીડીયામાં વિજ્ઞાપનો પ્રસારિત કરતાં પહેલાં ઉમેદવારો તેમજ રાજકીય પક્ષો ધ્વારા એમ.સી.એમ.સીની પૂર્વ મંજુરી લેવાની હોય છે. જ્યારે એમ.સી.એમ.સી સમિતિની સંપૂર્ણ દેખરેખ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આર.બી.બારડના હેઠળ હોય છે.
જ્યારે એમ.સી.એમ.સી સમિતિ પાસે હજુ કોઇપણ પેઇડ ન્યુઝની ફરિયાદ આવી નથી ઉપરોક્ત ઇલેક્ટરોનિક મીડીયામાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી નિરવ પંડ્યા, પ્રોટેક્શન ઓફિસર ભાવીશાાબને જોશીઅને શ્રી હિતેશભાઇ એમ.પારગી આઉટરીય વર્કર શ્રીમતિ મિનાક્ષાીબેન બી.રાણા, કાઉન્સીલર શ્રીમતિ જાગૃતિબેન પી.પટેલ, લીગલ કમ પ્રોબેશન ઓફિસરશ્રી સતીષભાઇ ડી.પરમાર ડેટા એન્ટ્રી ઓપરેટર શ્રી મહેશભાઇ સોલંકી અને માછી હેમંતભાઇ આર તેમજ શ્રી રઘુભાઇ આર ધામોત પ્રસારીત થતા ન્યુઝ ઉપર બાજનજર રાખી રહ્યા છે.