લુધિયાણા કોર્ટ વિસ્ફોટ કેસઃ આરોપી જસવિન્દર મુલ્તાનીની જર્મનીમાંથી ધરપકડ કરાઈ
બર્લિન, લુધિયાણા કોર્ટ વિસ્ફોટ કેસમાં મોટી સફળતા મળી છે. વિસ્ફોટના આરોપી જસવિન્દર સિંહ મુલ્તાનીની જર્મનીમાં ધરપકડ કરવામાં આવી છે. ભારતની ભલામણ પર જર્મની પોલીસે જસવિન્દર સિંહ મુલ્તાનીની ધરપકડ કરી છે. લુધિયાણા કોર્ટ વિસ્ફોટ કેસનો આરોપી જસવિન્દર સિંહ મુલ્તાની શીખ ફોર જસ્ટિસ સાથે જાેડાયેલો છે. જસવિન્દર પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના ઈશારે કામ કરી રહ્યો છે.
તેણે ISIના ઈશારે લુધિયાણા કોર્ટમાં ધડાકાનું ષડયંત્ર રચ્યું હતું. સૂત્રોના જણાવ્યાં મુજબ જસવિન્દર સિંહ મુલતાની ખાલિસ્તાની આતંકીઓને હથિયારો ઉપલબ્ધ કરાવવામાં લાગ્યો હતો જેથી કરીને મુંબઈ અને દિલ્હીમાં પણ આતંકી હુમલા કરાવી શકાય. મોદી સરકારે Highest Level પર જર્મનીની સરકારને આરોપી જસવિન્દર સિંહ મુલ્તાની પર કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી. પાકિસ્તાનથી જસવિન્દર સિંહ મુલ્તાનીને હથિયારો મળતા હતા.
અત્રે જણાવવાનું કે ૨૩ ડિસેમ્બરે પંજાબના લુધિયાણાની કોર્ટમાં મોટો વિસ્ફોટ થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ૬ લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદ પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે બોમ્બ પ્લાન્ટ કરતી વખતે ધડાકો થઈ ગયો હતો અને બોમ્બ લગાવવા આવેલો પંજાબ પલીસનો સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ ગગનદીપ વિસ્ફોટની ઝપેટમાં આવીને માર્યો ગયો હતો. ગગનદીપ પંજાબના ખન્ના શહેરનો રહીશ હતો.
વર્ષ ૨૦૧૯માં ગગનદીપ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કેસ દાખલ કરાયો હતો અને તેની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદથી તે લુધિયાણાની સેન્ટ્રલ જેલમાં બંધ હતો. જેલની અંદર જ તેણે લુધિયાણા કોર્ટમાં ધડાકાનું ષડયંત્ર રચ્યું હતું. આ વર્ષ સપ્ટેમ્બરમાં તે જેલમાંથી બહાર આવ્યો હતો. નોંધનીય છે કે પંજાબ પોલીસ મૃતક ગગનદીપનું લેપટોપ અને મોબાઈલ પણ જપ્ત કરી ચૂકી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આતંકી રિન્દાએ ગગનદીપને લુધિયાણા કોર્ટમાં વિસ્ફોટ કરવા જણાવ્યું હતું.SSS