લૂંટનો આરોપી ગોળી ન મારશો એવું પાટીયું લટકાવીને શરણે થવા આવ્યો

બદાયુ, યુપીમાં બદાયુના પોલીસ સ્ટેશન ફેઝગંજ બેહટામાં ૫ એપ્રિલે ગલ્લા વેપારીની સાથે થયેલી ૫ લાખ રૂપિયાની લૂંટનો એક આરોપી મંગળવારે ગળામાં પાટિયું લગાવીને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ગળામાં લગાવેલ પાટિયા પર લખ્યું હતું કે, મને ગોળી ન મારશો. સરેન્ડર કરવા આવેલા લૂંટના આરોપીની પોલીસે ધરપકડ કરી પૂછતાછ શરૂ કરી દીધી છે.
૫ એપ્રિલે બદાયુ જિલ્લાના ફૈઝગંજ બેહતા પોલીસ સ્ટેશનના પરમાનંદપુર ગામમાં ગલ્લા વેપારી પાસેથી સાડા પાંચ લાખની લૂંટ થઈ હતી. આ લૂંટના ખુલાસામાં ૮ મે ના રોજ પોલીસ સ્ટેશન ફેઝગંજ બેહટા પોલીસે અથડામણમાં બદમાશ કમરની ધરપકડ કરી હતી. જેના કારણે ગલ્લા વેપારી સાથે થયેલી લૂંટનો સ્વીકાર કર્યો છે.
કમરની સાથે અન્ય એક બદમાશ પણ હતો જે અંધારાનો લાભ લઈને ભાગી ગયો હતો. આ બદમાશ ફુરકાન ગામ કન્હાઈ નાગલાનો રહેવાસી છે.વરિષ્ઠ પોલીસ અધિક્ષકના જણાવ્યા પ્રમાણે મંગળવારે ફુરકાન પોતાના ગળામાં પાટિયુ લગાવીને પોલીસ સ્ટેશન ફેઝગંજ બેહટા પહોંચ્યો હતો.
તેમણે પાટિયા પર લખ્યું હતું કે, ‘હું કન્હાઈ નાગલા પોલીસ સ્ટેશન કુડ ફતેહગઢ જિલ્લો સંભલ નિવાસી જામા ખાનનો પુત્ર સાદુઆ ઉર્ફે ફુરકાન છું. હું ફૈઝગંજ બેહટા પોલીસ સ્ટેશનના ગલ્લા દુકાનના દરવાજા પાસેથી થયેલી લૂંટમાં સામેલ હતો. હું પોલીસના ડરથી મારી જાતને સમર્પણ કરી રહ્યો છું, મારાથી ફરી ભૂલ ન થાય.
સરેન્ડર કરવા આવેલા આરોપી સદુઆની પાસે ૨૫ બજાર રૂપિયા પણ હતા. તેમણે પોલીસને જણાવ્યું કે, આ પૈસા લૂંટેલા પૈસામાંથી બચ્યા છે.એસએસપી ડોક્ટર ઓપી સિંહે જણાવ્યું કે, પકડાયેલા બદમાશ પર વિભિન્ન પોલીસ સ્ટેશનોમાં મોટી સંખ્યામાં કેસ નોંધાયેલા છે. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. આશા છે કે, આ બદમાશ અન્ય ઘટનાઓનો પણ ખુલાસો કરશે.ss2kp