લૂંટેરી દુલ્હનોની ૯ મહિલાની આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ
પુણે: લૂટેરી દુલ્હનો અંગે અનેક સમાચારો સાંભળ્યા હશે કે જાેયા હશે કે લૂંટીને ભાગી ગઈ. જાેકે આવી લૂંટેરી દુલ્હનોની ગેંગ પણ હોય તેવું પહેલીવાર જાણવા મળ્યું હશે. હાલમાં જ પુણે ક્રાઈમ બ્રાન્ચે એક એવી આંતરરાજ્ય એક ટોળકીની ૯ મહિલાઓની ધરપકડ કરી હતી. જેમણે અત્યાર સુધીમાં એક નહીં બે નહીં પરંતુ ૫૦થી વધારે નકલી લગ્ન કરી ચુકી હતી. આ મહિલાઓ શાતિર રીતે લગ્ન કર્યા બાદ પરિવારના દાગીના, પૈસા અને કિમતી સામાનની લૂંટીને ફરાર થઈ જતી હતી. આ યુવતીઓ સાથે બે પુરુષોની પણ પોલીસે ધરપકડ કરી હતી. ગેંગના અન્ય સભ્યોની પણ પોલીસ શોધખોળ કરી રહી છે.
મળતી માહિતી પ્રમાણે પુણે પોલીસે જે મહિલાઓને પકડી હતી. તેમની ઉંમર ૨૨ વર્ષથી ૩૫ વર્ષ વચ્ચે છે. આ યુવતીઓ મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકના અનેક શહેરોમાં યુવક સાથે નકલી લગ્ન કરીને પરિવારને લૂંટતી હતી.
તે પોતાનું કામ એટલું સફાઈથી કરતી હતી કે નવા દુલ્હાને ગંધ પણ આવતી ન હતી. પકડાયેલી ૯ મહિલાઓની સાથે ૧૫થી ૨૦ લોકોની ગેંગ છે જે નકલી લગ્ન કરવામાં તેમની મદદ કરતી હતી. પોલીસ પ્રમાણે ૧૨થી વધારે મહિલાઓ ફરાર છે.
પુણે ગ્રામીણ પોલીસના જણાવ્યા પ્રમાણે થોડા દિવસ પહેલા એક યુવકે ફરિયાદ નોંધાવી હતી. કે એક યુવતી તેની સાથે લગ્ન કર્યાબાદ અઢી લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગઈ હતી. યુવકે જણાવ્યું કે એક મહિના પહેલા ૩૫ વર્ષીય જાેતિ પાટીલ નામની યુવતી તેને મળી હીત. તેણે પોતાના ગરીબ બેસહારા અને અસહાય ગણાવી હતી. તેણે મારી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.
ત્યારબાદ જાન્યુઆરીમાં લગ્ન કરી લીધા હતા. પરંતુ થોડા દિવસ બાદ તે ઘરેણાં અને રોકડા રૂપિયા લઈને ભાગી ગઈ હતી. પોલીસે તપાસ કરી અને જ્યોતિના ણાવ્યુંકે જ્યોતિ તો પહેલાથી જ પરિણીત છે. તેને બે બાળકો પણ છે. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી.
પોલીસે જ્યોતિ અને તેની સાથે મદદ કરનારી ૯ મહિલાઓ સહિત બે યુવકોની ધરપકડ કરી હતી. પોલીસનું માનવું છેકે જ્યોતિ પાટીલ જ આ ગેંગની માસ્ટર માઈન્ડ છે. જ્યોતિની પૂછપરછ બાદ તેણે કબૂલ્યું કે તેણે અત્યાર સુધીમાં ૫ યુવકો સાથે લગ્ન કર્યા છે. જેમાં એકે જ ફરિયાદ લખાવી છે.
પોલીસે ધરપકડ કરેલા આરોપીઓમાં રેકેટ ચલાવનાર ગેંગની મુખ્ય સાગરીત જ્યોતિ પાટીલ (૩૫), વિદ્યા ખાંડલે(૨૭), મહાનલ કાસલે(૩૯), રુપાલી બનપટ્ટે(૩૭), કલાવતી બનપટ્ટે(૨૫), સારિકા ગીરી(૩૩), સ્વાતી સાબલે(૨૪), મોના સાલુંકે(૨૮) અને પાયલ સાબલે(૨૮) વર્ષનો સમાવેશ થાય છે.