Western Times News

Gujarati News

લેઉવા અને કડવા પટેલ માટે રાજકોટ ખાતે ફ્રી યોગ્ય જીવનસાથી પસંદગી મેળો યોજાશે

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ)ગાંધીનગર, સમસ્ત પાટીદાર સમાજનાં પ્રમુખ મુકેશભાઇ મેરજા, ગીતાબેન પટેલ, વિભાબેન મેરજા, નાથાભાઇ કાલરીયા, અને સભ્ય પરીવારો દ્વારા ભારતભરમાં ફક્ત સમસ્ત પાટીદાર સમાજ દ્વારા છેલ્લા પંદર વર્ષથી વિશ્ર્‌વભરમાં વસતા લેઉવા પટેલ

અને કડવા પટેલનાં લગ્ન ઇચ્છુક યુવક અને યુવતીઓ માટે પરંપરાગત પધ્ધતી મુજબ નવા કોન્સેપ્ટ સાથે તદ્દન ફ્રી મેરેજબ્યુરો યોગ્ય જીવનસાથીની પસંદગી માટે ચાલે છે. જે અંતર્ગત રાજકોટનાં હેમુ ગઢવી હોલ ખાતે ૩ – મે ૨૦૨૨ ના તદ્દન નિઃશુલ્ક જીવન સાથી પસંદગી મેળો યોજાશે. હાલ ઓનલાઈન મેળાવળોં ચાલુ છે.

જેમાં પાટીદાર સમાજનાં અગ્રણીઓમાં ભૂપેન્દ્રભાઈ પટેલ, બાબુભાઈ જમનાભાઈ પટેલ, મણીભાઈ મમ્મી, દિલીપભાઈ નેતાજી, પદ્મમથુરભાઇ સવાણી, લાલજીભાઇ પટેલ, ગોવીંદભાઇ ધોડકિયા, લવજીભાઈ બાદશાહ, નરેશભાઈ પટેલ, હસરાજભાઈ ગજેરા, બાબુભાઇ ઘોડાસરા, જેરામભાઇ વાંસજાડીયા, ગગજીભાઇ સુતરિયા,

ડો. ડાયાભાઇ ઉકાણી, મૌલેશભાઇ ઉકાણી, વલ્લભભાઇ કટારીયા, પુરષોતમ રૂપાલા, મનસુખભાઇ માંડવિયા, મોહનભાઈ કુંડારીયા, ભૂપેન્દ્રભાઈ પટેલ, રાઘવજીભાઇ પટેલ, જીતુભાઈ વાઘાણી, જયેશભાઈ રાદડીયા, બ્રીજેશભાઇ મેરજા, ગોવીંદભાઇ પટેલ, તેમજ પાટીદાર સમાજનાં ઉધોગપતિઓ, તથા દાતાઓ, સમાજસેવકો,

અને લેઉવા-કડવા પાટીદાર સમાજની સંસ્થાઓના સુત્રધારો ઉપસ્થીત રહેશે, પાટીદારોની સંસ્થા માનવ કલ્યાણ મંડળ-ગુજરાત નાં આર્થિક સહયોગથી અને સમસ્ત પટેલ સમાજ-સુરત, પટેલ સમાજ-યુકે, લેઉવા પટેલ વેવિશાળ પરીચય કેંદ્ર, ઉમીયા મેરેજ બ્યુરો, પાટીદાર સમાજ – એમ.પી., સરદારધામ-અમદાવાદ, અન્નપૂર્ણાધામ, ઉમાં-ખોડલ પરીવાર ટ્રસ્ટ, લવ-કુશ ગ્રુપ, જેવી અનેક સંસ્થાઓને સાથે રાખી આ સેવા કરવામાં આવનાર છે.

આ વિચારધારાનાં પ્રણેતા મુકેશભાઇ મેરજા, શ્રીમતી ગીતાબેન પટેલ, અને શ્રીમતી વિભાબેન મેરજાને વિશ્ર્‌વ કેંદ્ર, સરદારધામ, અને સમસ્ત પાટીદાર સમાજ દ્વારા “પાટીદાર રત્ન એવોર્ડ” આપવામાં આવેલ છે.

આ ત્રણે પાટીદાર રત્નોએ પોતાને મળેલ એવોર્ડ સમસ્ત પાટીદાર સમાજની ટીમને આપી જણાવેલ કે આ અમારુ નહી પણ અમારી ટીમવર્કનું પરીણામ છે. જેથી આ સન્માનનો ખરેખર હક્ક અમારા ૭૫૫૦ સ્વયંસેવકોનો છે. સમસ્ત પાટીદાર સમાજનાં પ્રમુખ મુકેશભાઇ મેરજાએ જણાવેલ કે આ મેરેજબ્યુરોમાં દિકરા અને દિકરીઓનાં બાયોડેટા ગુપ્ત રાખવામાં આવે છે. બાયોડેટાના લાયકાત મુજબનાં ગ્રુપો બનાવી ડેટા રાખવામાં આવે છે.

જે બાયોડેટા પ્રથમ દિકરીયોને બાયોડેટા બતાવવામાં આવે છે. તેની સંમતી બાદ દિકરાની સંમતી સંસ્થા મેળવે છે. બન્ને પક્ષે સંમતીબાદ મીટીંગ કરાવવામાં આવે છે. અને સમયાંતરે આવા ભવ્ય મેળાવળાનું આયોજન કરવામાં આવે છે. જેથી સમાજનાં તમામ યુવક-યુવકોને પોતાને યોગ્ય જીવન-સાથી મળે

તે માટે રજીસ્ટ્રેશન કરાવા સંસ્થાનાં ગીતાબેન પટેલ, શ્રીમતી વિભાબેન પટેલ, દ્વારા વિશ્ર્‌વભરનાં પાટીદારોને જણાવવામાં આવેલ. આ સેવા કાર્યમાં મોટી સંખ્યામાં સંસ્થાની બહેનો અને ભાઇઓ સતત સેવા આપી રહ્યા છે. આ ફ્રી મેરેજ બ્યુરોમાં રજી. માટે ઓંનલાઇન સંસ્થાની વેબ સાઇટwww.samastpatidarsamaj.org પર મોબાઈલ માથી વેબ ખોલી

તેમાં મેરેજ બ્યૂરો ટેબમાં રજીસ્ટર કરવાનું રહેશે. ત્યાર બાદ બધા બાયો ડેટા જાેવા મળશે તેમાથી ગમતા પાત્રોને Request મોકલી આપવાની રહેશે, Request ક્રોસમેચ થાય તેઓને સંસ્થા કોલ કરશે. સમાજની એકતા માટે અને આત્મીયતા વધે તેવા શુધ્ધ હેતુસર માં “ઉમા-ખોડલ” નાં અસીમ આશિર્વાદથી વિશ્ર્‌વભરમાં સર્વ પ્રથમ આ સમસ્ત પાટીદાર સમાજ દ્વારા બન્ને સમાજ માટે એકજ સ્ટેજ પર આ કાર્ય કરવાની શરુઆત કરવામાં આવેલ છે. જેનો ખુબજ સારો પ્રતીસાદ મળેલ છે.

અને ઘણા યુગલોનાં વેવીશાળ થયા છે. સંસ્થાની સલાહકાર સમિતિનાં જણાવ્યા પ્રમાણે આ લેઉવા અને કડવા પટેલ જ્યારે એક બને ત્યારે દિકરા-દિકરીઓ ને પસંદગી માટેની તક ડબલ થઇ જતા તેમને યોગ્ય જીવનસાથી મળી શકશે. જેથી આ કાર્યમાં સમસ્ત સમાજનાં લોકો જાેડાય તેમ સમસ્ત પાટીદાર સમાજ દ્વારા જણાવવામાં આવેલ છે.

તમામ સમાજની દીકરીઓ માટે ફ્રી વેબ સાઇટ રજીસ્ટ્રેશન થસે આ ફી પાટીદાર સમાજ ભરશે જેથી તમામ દીકરીઓને રજી. કરવા ગીતાબેન પટેલ દ્વારા જણાવવામાં આવે છે. આ સેવામાં/કારોબારીમાં જાેડાવા માંગતા કે આર્થિક સહયોગ આપવા માંગતા ભાઈઓ / બહેનો સંપર્ક કરે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.