Western Times News

Gujarati News

લેનદેન ક્લબે સીરિઝ-એ ફંડિંગમાં 10 મિલિયન ડોલરનું ફંડ ઊભું કર્યું

6 મહિનામાં રૂ. 1200 કરોડની લોન આપી- આગામી 18 મહિનાઓમાં 5-ગણી વૃદ્ધિ – બજારમાં કામગીરી વધારવા, પ્રોડક્ટ ડેવલપમેન્ટને વેગ આપવા અને ટેકનોલોજી પ્લેટફોર્મ અપગ્રેડ કરવા પર નજર

ભારતનું અગ્રણી પીઅર-ટૂ-પીઅર (પી2પી) ધિરાણ પ્લેટફોર્મ લેનદેનક્લબે આજે જાહેરાત કરી હતી કે, કંપનીએ રોકાણકારોના કોન્સોર્ટિયમ પાસેથી સીરિઝ એ રાઉન્ડમાં 10 મિલિયન ડોલરનું ફંડ મેળવ્યું છે. આ રોકાણકારોમાં ટસ્કન વેન્ચર્સ, ઓહમ સ્ટોક બ્રોકર્સ, અર્થા વેન્ચર ફંડ, કુનાલ શાહ (સ્થાપક, ક્રેડ),

આલોક બંસલ (સહ-સ્થાપક, પોલિસીબાઝાર), રમાકાંત શર્મા (સહ-સ્થાપક, લિવસ્પેસ), હાર્દિક પંડ્યા (ભારતીય ક્રિકેટર), ક્રિષ્ના ભૂપાલ (સહ-સ્થાપક, પ્રોમેક્સો અને જીવીકે પાવર એન્ડ ઇન્ફ્રાના બોર્ડના સભ્ય) સામેલ છે. કંપનીએ ચાલુ વર્ષની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે, કંપની દેશમાં પી2પી ધિરાણ સેગમેન્ટમાં નફાકારક બનેલી એકમાત્ર કંપની હતી.

ફંડિંગના હાલના રાઉન્ડ સાથે લેનદેનક્લબનું મૂલ્ય 51 મિલિયન ડોલરથી વધારે થઈ ગયું છે, જેનો ઉદ્દેશ હવે આગામી 18 મહિનામાં વિતરણમાં 5 ગણી વૃદ્ધિ કરવાનો છે. કંપનીએ ચાલુ નાણાકીય વર્ષમાં 1200 કરોડથી વધારે મૂલ્યની લોનનું વિતરણ કર્યું છે. નવી મૂડીનો ઉપયોગ ઝડપથી વિસ્તરણ કરવા થશે,

જે એની લોન બુકને 1 અબજ ડોલર સુધી લઈ જશે અને યુઝરની સંખ્યા હાલ 2.5 મિલિયનથી વધીને નાણાકીય વર્ષ 2022-23 સુધીમાં 10 મિલિયન થઈ જશે. જ્યારે પ્લેટફોર્મ ગ્રાહકોને સ્માર્ટ, ઝડપી અને ઉપયોગ કરવામાં સરળ ઓફર સાથે ડિજિટલ-ફર્સ્ટ અભિગમનો ઉપયોગ કરે છે, ત્યારે લેનદેનક્લબ ડિજિટલ બેંકિંગ મોડલ તરફ ઝડપથી અગ્રેસર થવા વિવિધ નાણાકીય સેવાઓ પૂરી પાડવા નજર દોડાવી રહી છે.

કંપનીનો ઉદ્દેશ એના પ્રોપ્રાઇટરી ટેક-સ્ટેક પ્લેટફોર્મમાં મોટા પાયે ઇનોવેશન અને અપગ્રેડેશનમાં રોકાણ કરીને એના ગ્રાહકોની સંખ્યામાં વધારો કરવાનો તેમજ એના પ્લેટફોર્મ પર તમામ પ્રકારની બેંકિંગ કામગીરીને ટેકો આપવાનો છે. ઉપરાંત કંપનીનો લક્ષ્યાંક એની લીડરશિપ ક્ષમતા વધારવાનો છે

અને આગામી નાણાકીય વર્ષના અંત સુધીમાં કાર્યરત ટીમની સાઇઝ વધારવા ઉપરાંત એના વિસ્તરણના લક્ષ્યાંકોના સંબંધમાં વ્યૂહાત્મક સી-સ્યૂટ નિમણૂકો કરવા નજર દોડાવી રહી છે. કંપની ટેક, પ્રોડક્ટ, માર્કેટિંગ અને ગ્રાહક સેવા માટે નવી ભરતી કરવા પણ નજર દોડાવી રહી છે, જે સમગ્ર દેશમાં એની કામગીરી વધારવાની યોજનામાં મદદરૂપ થશે.

લેનદેનક્લબ અત્યારે 2.5 મિલિયન ઋણધારકો અને 1 મિલિયન રોકાણકારો ધરાવે છે તથા રૂ. 2000 કરોડથી વધારે મૂલ્યની લોનનું વિતરણ કર્યું છે, જેમાંથી નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં જ 1200 કરોડના મૂલ્યની લોનનું વિતરણ કર્યું છે, જે 1900 ટકાની વૃદ્ધિ છે.

વર્ષ 2016માં ભાવિન પટેલ અને દિપેશ કરકી દ્વારા સ્થાપિત લેનદેનક્લબ એક પ્લેટફોર્મ પર ઋણધારકો અને રોકાણકારોને લાવવા ટેકનોલોજીનો ઉપયોગ કરે છે – જે ઋણધારકોને સરળતાપૂર્વક તાત્કાલિક લોન આપે છે અને સમગ્ર દેશમાં રોકાણકારોને રોકાણના અદ્યતન વિકલ્પો પૂરાં પાડે છે. કંપની દર મહિને 2.5 લાખથી વધારે લોનની અરજી પર પ્રક્રિયા કરે છે. અત્યારે કંપની બે ઊંચી વૃદ્ધિ ધરાવતી લોન પ્રોડક્ટ ધરાવે છે – પગારદાર ગ્રાહકો માટે ઇન્સ્ટામની તથા વેપારીઓ અને દુકાનદારો માટે સ્મોલ બિઝનેસ લોન.

આ પ્રસંગે લેનદેનક્લબના સહ-સ્થાપક અને સીઇઓ ભાવિન પટેલે કહ્યું હતું કે, “લેનદેનક્લબમાં અમે સતત પરિવર્તનશીલ નાણાકીય સેવાઓના માર્કેટપ્લેસનો સ્વીકાર કર્યો છે અને ટેકનોલોજીનો રચનાત્મક રીતે ઉપયોગ કરવા હંમેશા ભાર મૂક્યો છે. અમે સતત એવા ઉત્પાદનો પ્રસ્તુત કરીએ છીએ, જે અમારા રોકાણકારો માટે ઊંચું વળતર આપે છે અને ધિરાણને સર્વસુલભ કરવાની સાથે અમારા ઋણધારકો માટે બજારમાં સ્પર્ધાત્મક દરે લોન આપે છે.

અમારા પ્લેટફોર્મ પર બજારમાં વિસ્તરણના કેન્દ્રિત અભિગમ સાથે ભવિષ્યલક્ષી, ગ્રાહક-કેન્દ્રિત ઉત્પાદનો અને શ્રેષ્ઠ ડિજિટલ અનુભવે લેનદેનક્લબની અસાધારણ વૃદ્ધિને મદદરૂપ થયો છે. અમને આ રાઉન્ડમાં વિવિધ રોકાણકારોને બોર્ડ પર લેવાની ખુશી છે તથા અમે લેનદેનક્લબમાં વૃદ્ધિને વેગ આપવા તેમની કુશળતાનો ઉપયોગ કરીશું. એનો ઉદ્દેશ વૃદ્ધિને વેગ આપવાની સાથે કામગીરી પર નફાકારકતા જાળવવાનો છે.”

અર્થા વેન્ચર ફંડના મેનેજિંગ પાર્ટનર અનિરુદ્ધ એ દામાણીએ કહ્યું હતું કે, “અમને રોકાણકારોને એક સ્ટાર્ટઅપને ટેકો આપવા જોઈને આનંદ થાય છે અને આ સ્ટાર્ટઅપે મહિનામાં 1થી 2 લોનમાંથી 35,000+ લોનનું વિતરણ કરવાનું સીમાચિહ્ન સર કર્યું છે. અમે લેનદેનક્લબને આ રોકાણનો રાઉન્ડ કઈ દિશામાં લઈ જશે અને એના માટે કયો માર્ગ બનાવશે એ જોવા આતુર છીએ.”

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.