લેપ્ટોસ્યારોસીસ રોગને નાથવા વલસાડ આરોગ્ય તંત્ર સજ્જ
(તસ્વીરઃ- અશોક જોષી, વલસાડ)
વલસાડ, વલસાડ જિલ્લામાં ૧૦૦ ઈંચથી વધુ વરસાદ થાય છે. લેપ્ટોસ્યારોસીસ રોગ મહદઅંશે ચોમાસાની સીઝનમાં જાવા મળે છે. લેપ્ટોસ્યારોસીસ ખૂબ જ ગંભીર રોગ છે, પરંતુ તેની કાળજી લેવામાં આવે તો રોગ સામે રક્ષણ મેળવી શકાય છે. વલસાડ જિલ્લામાં લેપ્ટોસ્યારોસીસ રાગે અટકાયત અને નિયંત્રણ માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દરેક ગામોમાં આરોગ્ય કર્મચારીઓ અને આશાવર્કરો દ્વારા ખેતીવાડી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા અંદાજીત ૯,૯૯,૫૮૯ લોકોને કેપ, ડોકલીસાયક્લીન, કીમોપ્રોફાઈલેક્સીસ દવા ગળાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
લેપ્ટોસ્યારોસીસ રોગ સામે કાબુ મેળવવા આઠ અઠવાડિયા સુધી કરવામાં આવે છે. ચાલુ વર્ષે ચાર અઠવાડિયાના અંત સુધીમાં ૭૧ લાખ જેટલી કેપ, ડોકલીસાયકલીન ગોળી ગળાવવામાં આવી છે. આ ઉપરાંત જરૂરીયાતમંદોને પોવિડોન આયોડીન મલમનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગત વર્ષની સરખામણીએ ઓગસ્ટના અંત સુધીમાં લેપ્ટોસાયરોસીસ રોગનો કોઈ પણ કેસ નોંધાયો નથી. ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં ગત વર્ષે ઓગસ્ટ ૨૦૧૮ના અંત સુધીમાં લેપ્ટોસ્યારોસીસના બે કેસ નોંધાયા હતા. જ્યારે આખા વર્ષ દરમિયાન કુલ પાંચ કેસ નોંધાયા હતાં.
લેપ્ટોસ્યારોસીસ રોગ સામે આરોગ્યતંત્ર ગંભીરતા દાખવીને છેલ્લા પાંચ વર્ષમાં જે ગામમાં લેપ્ટોસ્યારોસીસ રોગના કેસ નીકળ્યા હોય એવા હાઈ રીસ્ક ૪૪ ગામોમાં ભવાઈના કાર્યક્રમો યોજી રોગ સામે જાગૃતતા ફેલાવવામાં આવી છે. ૧૫ જુનથી શરૂ કરવામાં આવેલી હાઉસ ટુ હાઉસ સર્વેલન્સના ચાર રાઉન્ડ પુરા કરવામાં આવ્યા છે. આ સર્વેલન્સમાં ૨૬,૭૯૦ તાવના કેસ નોંધાયા છે. આ કેસમાં ૩૦૫૮૨૨ કેપ, ડોકલીસાયકલીન ગોળી આપવામાં આવી છે.*