Western Times News

Gujarati News

લેબર પાર્ટીની પ્રચાર સામગ્રી પર મોદીના ફોટોથી હંગામો

લંડન: ઉત્તર ઈંગ્લેન્ડમાં પેટાચૂંટણી માટે પાર્ટીની પ્રચાર સામગ્રી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીરનો ઉપયોગ થયા બાદ પ્રવાસી ભારતીય સમૂહોએ બ્રિટનની વિપક્ષી લેબર પાર્ટીને ‘વિભાજનકારી’ અને ભારત વિરોધી ગણાવી. વેસ્ટ યોર્કશાયરમાં બાટલી અને સ્પેનમાં થનારી પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન પ્રચાર ગામગ્રી (લીફલેટ) પર મોદીની ૨૦૧૯માં જી-૭ શિખર સંમેલનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તથા પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન સાથે હાથ મિલાવતી તસવીર છપાયેલી છે.

જેની સાથે ટોરી સાંસદ વિશે એક સંદેશો લખાયેલો છે કે તેમણે બચીને રહેવું જાેઈએ. ટોરી સાંસદ રિચર્ડ હોલ્ડને ટિ્‌વટર પર એક તસવીર પોસ્ટ કરી તો સોશિયલ મીડિયા પર તેની પ્રતિક્રિયા મળવા લાગી. તેમને સવાલ કરવામાં આવ્યો કે શું તેનો અર્થ એ છે કે લેબર પાર્ટીના નેતા સર કીર સ્ટોર્મર ભારતીય પ્રધાનમંત્રી સાથે હાથ મિલવતા નહીં જાેવા મળે. ભારતીય સમુદાયના સંગઠન કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્‌સ ઓફ ઈન્ડિયા (સીએફઆઈએન)એ કહ્યું કે પ્રિય કીર સ્ટાર્મર, શું તમે આ પ્રચાર સામગ્રીની વ્યાખ્યા કરી શકો છો અને સ્પષ્ટ કરી શકો છો

કે શું લેબર પાર્ટીનો કોઈ પ્રધાનમંત્રી/રાજનેતા દુનિયાના સૌથી મોટા લોકતંત્ર સાથે કોઈ સંબંધ રાખવાથી ઈન્કાર કરશે? શું બ્રિટનમાં ભારતીય સમુદાયના ૧૫ લાખથી વધુ સદસ્યો માટે તમારો આ સંદેશ છે. આ પ્રચાર સામગ્રીને લઈને લેબર પાર્ટીના નેતાઓ વચ્ચે પણ આક્રોશ છે. લેબર ફ્રેન્ડ્‌સ ઓફ ઈન્ડિયા (એલએફઆઈએન)એ પણ તેને તત્કાળ પાછી ખેંચવાની માંગણી કરી છે.

એલએફઆઈએનએ એક નિવેદનમાં કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે લેબર પાર્ટીએ પોતાની લીફલેટ પર દુનિયાના સૌથી મોટા લોકતંત્ર અને બ્રિટનના સૌથી નીકટના મિત્રોમાંથી એક ભારતના પ્રધાનમંત્રીની ૨૦૧૯ની જી-૭ સંમેલનની એક તસવીરનો ઉપયોગ કર્યો છે. લેબર પાર્ટીના ભારતીય મૂળના વરિષ્ઠ સાંસદ વીરેન્દ્ર શર્માએ પણ આ પગલાની ટીકા કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.