લેબેનોન: ધડાકાની જવાબદારી સ્વિકારી સરકારનું રાજીનામું
લેબેનોન, લેબેનોનની રાજધાની બૈરૂતમાં ગયા સપ્તાહે થયેલા ભયંકર વિસ્ફોટ અંગે જવાબદારી લઈને વડાપ્રધાન સહિત આખા મંત્રી મંડળે રાજીનામાં આપી દેતાં દેશ ધણીધોરી વિનાનો બની ગયો છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછ અને તપાસ ચાલુ છે. નુકસાનગ્રસ્તસ્થળની મુલાકાત દરમિયાન જેમના પર લોકોએ પાણીનો મારો કર્યો હતો અને ગાળો બોલી હતી તે ન્યાય મંત્રી મેરી-કલાઇડ નજમે પણ આજે વડા પ્રધાનને પોતાનું રાજીનામુ આપી દીધું હતું, એમ સમાચાર એજન્સીએ કહ્યું હતું. વિસ્ફોટના પગલે રાજીનામું આપનાર તેઓ ત્રીજામંત્રી હતા.
સમગ્ર મંત્રી મંડળ જ રાજીનામું આપી દેશે એવી અટકળો વચ્ચે આજે તેમનની બેઠક મળી હતી. લેબનોનના કાયદા અનુસાર જો ૨૦માંથી સાત મંત્રીઓ રાજીનામા આપે તો સરકાર માત્ર રખેવાળ સરકાર જ બની જાય છે.અત્યાર સુધી કુલ નવ સાંસદો એ રાજીનામા આપી દીધાચોથી ઓગસ્ટે બંદર પરની એકગોડાઉનમાં એમોનિયા નાઇટ્રેટમાં જોરદાર ધડાકો થતાં ૧૫૭ લોકો માર્યા ગયા હતા અને ૬૦૦૦ ઉપરાંત લોકો ઘાયલ થયા હતા તેમજ દેશના મુખ્ય બંદરને જંગી નુકસાન થયું હતું.
ભયંકર વિસ્ફોટમાં બૈરૂતનો ૧૬૦ વર્ષ જુના સલ્તન એ ઉસ્માનિયા સમયનોમહેલ પણ ધરાશાયી થયો હતો.આ એજ મહેલ હતો જે બંને વિશ્વ યુધ્ધમાં અડિખમ રહ્યો હતો અને જેણે લેબનોનની આઝાદી પણ જોઇ હતી. તો બીજી તરફ અનેક દેશોએ લેબનોનને ફરીથી બેઠું કરવા ૩૦ કરોડ ડોલરના દાનની ઓફર કરી હતી અને શરત પણ મૂકી હતી કે લેબનોને આર્થિક તેમજરાજકીય સુધારા કરવા પડશે.SSS