Western Times News

Gujarati News

લેબેનોન મહાભયાનક વિસ્ફોટમાં 3 લાખ લોકો બેઘર થયા: ભૂખમરાનુ સંકટ

બૈરુત, લેબેનોનની રાજધાની બૈરુતમાં થયેલા મહા ભયાનક વિસ્ફોટ બાદ હવે લેબોનોન પર ભૂખમરાનુ સંકટ તોળાઈ રહ્યુ છે. ધડાકામાં 100થી વધારે લોકોના મોત થયા છે અને હજારો લોકો ઘાયલ છે.બૈરુત બહારના વિસ્તારોને પણ ધ્રુજાવી દેનારા આ ધડાકા બાદ જ્યાં નજર નાંખો ત્યાં તબાહી જોવા મળી રહી છે.પહેલેથી આર્થિક સંકટનો સામનો કરી રહેલા લેબેનોનો માટે આ ધડાકો મોટી મુસિબત લઈને આવ્યો છે.

કારણકે વિસ્ફોટના પગલે બંદર પાસે બનાવાયેલુ અનાજનુ મહાકાય ગોડાઉન બરબાદ થઈ ગયુ છે.જે લેબનોન માટેનો સૌથી મોટો અન્ન ભંડાર હતો.હવે લેબેનોન પાસે એક મહિનો ચાલે તેટલો પણ અનાજનો સ્ટોક રહ્યો નથી.કારણકે ધડાકામાં આખુ ગોડાઉન સાફ થઈ ગયુ છે.

આ ગોડાઉનમાં લેબેનોનનુ 85 ટકા અનાજ રાખવામાં આવતુ હતુ.આમ આગામી દિવસોમાં લેબેનોનનમાં અનાજની અછત સર્જાઈ શકે છે. લેબનોન પોતાનુ 80 ટકા અનાજ બહારથી મંગાવતુ હતુ.જે ધડાકામાં બરબાત થઈ ગયેલા બંદર પર ઉતારવામાં આવતુ હતુ.હવે આ બંદર આગામી ઘણા અઠવાડિયા સુધી બંધ રહેશે.

લેબેનોનમાં પહેલેથી રાજકીય અને આર્થિક સંકટ ચાલી જ રહ્યુ છે અને હવે ધડાકાના પગલે લેબેનોનની મુશ્કેલીઓ વધી ગઈ છે.3 લાખ લોકો ધડાકાના કારણે બેઘર થઈ ગયા છે.હજારો ઘરો અને બિલ્ડિંગો કાટમાળમાં ફેરવાઈ ચુક્યા છે.રસ્તા પણ તુટી ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.