લેબોરેટરીમાં ફરજ બજાવતા મહિલા મોડાસા નગરપાલિકાના પ્રમુખ પદે
ધી ઘાંચી આરોગ્ય મંડળ સંચાલિત જનરલ હોસ્પિટલમાં લેબોરેટરી વિભાગમા ફરજ બજાવતા જલ્પાબેન ભાવસારની મોડાસા નગરપાલિકાના પ્રમુખ પદે વરણી થતા હોસ્પિટલ પરિવાર તરફથી કારોબારી સભ્યો તથા સ્ટાફની ઉપસ્થિતીમા સન્માન કરવામાં આવેલ છે.
હોસ્પિટલ પરિવારના એક સદસ્યને આ ઉચા હોદ્દા ઉપર નિયુક્તી થતાં હોસ્પિટલમાં આનંદનું વાતાવરણ છવાયુ હતું, ધી ઘાચી આરોગ્ય મંડળ ના કારોબારી સભ્યો તસવીરમાં નજરે પડે છે.