લેસ્બિયન યુવતી પણ દેશી ગર્લની પાછળ પડી હતી
યુવતીએ મને આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો, તે વખતે મને સમજણ ના પડી કે યુવતી સાથે કેવી રીતે ડિલ કરું?
મુંબઈ: બોલિવુડમાં પોતાના અભિનયની સાથે કાતિલ અદાઓથી કરોડો દર્શકોના દિલમાં પ્રિયંકા ચોપડા રાજ કરે છે, પ્રિયંકા ચોપડા પોતાની વાત રજૂ કરવામાં કાયમથી બેબાક રહી છે, પ્રિયંકા ચોપડાએ ખૂબ જ મહેનતથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળતા મેળવી છે. બે દાયકા જેટલી કારકિર્દીમાં પ્રિયંકા ચોપડાએ અનેક સારા અને નરસા અનુભવ કર્યા. પ્રિયંકા ચોપડાએ તેના આ અનુભવને ફેમસ ટોક શો ‘કોફી વિથ કરણ’માં શેર કર્યો. પ્રિયંકા ચોપડાએ કરણ જાેહરના ચેટ શો ‘કોફી વિથ કરણ’માં તેની સાથે બનેલા વિચિત્ર કિસ્સાને શેર કર્યો હતો. અનેક છોકરાઓ તો મને ઈમપ્રેસ કરવા પાછળ પડ્યા રહેતા હતા, એક લેસ્બિયન યુવતી પણ તેની પાછળ પડી હતી.
પ્રિયંકા ચોપડાએ કહ્યું મને નાઈટ કલબમાં એક યુવતી મળી હતી, તે મને તેની તરફ આકર્ષિત કરવાનો પ્રયત્ન કરી રહી હતી, તે ખૂબ જ સુંદર અને પ્રેમાળ હતી. તે યુવતીએ મને આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો. તે વખતે મને સમજણ ના પડી કે યુવતી સાથે કેવી રીતે ડિલ કરું? તે સમયે પ્રિયંકા ચોપડાને યુવતી સાથે ખોટું બોલવું પડ્યું કે તેનો બોયફ્રેન્ડ છે, હા પણ તે સમયે તેનો કોઈ બોયફ્રેન્ડ નહોંતો. આ શોમાં પ્રિયંકા ચોપડા સાથે દીપિકા પાદુકોણ પણ હતી. સોશિયલ મીડિયામાં પ્રિયંકા ચોપડાની નિખાલસ કબૂલાતનો વીડિયો વાયરલ થયો હતો.૩૮ વર્ષીય અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ તેની આત્મકથા ‘અનફિનિશ્ડ’માં ઘણી વાતના ખુલાસા કર્યા છે.
પ્રિયંકાને કોઈ નિર્માતાએ કહ્યુ હતું કે જાે તે બોલિવૂડમાં એકટ્રેસ બનવા માંગતી હોય તો તેણે સ્તનની સાઈઝ વધારવા માટેની સર્જરી કરાવવી પડશે. પ્રિયંકા ચોપડા વર્ષ ૨૦૨૦માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતી હતી. પ્રિયંકા ચોપડાએ પોતાના પુસ્તકમાં વધુમાં લખ્યું હતું કે ‘ નિર્માતાઓએ થોડો સમય મારી સાથે વાતચીત કરી, તે લોકોએ મને ઉભી થવાનું કીધુ, પછી તે લોકો મારું નિરીક્ષણ કરવા લાગ્યા. તે લોકોએ મને સલાહ આપી કે ‘ મારે બૂબ જાેબ કરાવવી જાેઈએ, પોતાના બટમાં કુશનિંગ કરાવી જાેઈએ’..
તેઓએ વધુમાં એવું કહ્યું કે- જાે તેને સર્જરી કરાવવી હોય તો લોસ એન્જલ્સમાં સારા ડૉકટરને ઓળખે છે, અને તેને મોકલી શકે છે. પ્રિયંકા ચોપડા આ બધુ સાંભળી સ્તબધ થઈ ગઈ હતી. પ્રિયંકાને પ્રોડ્યુસરની વાતનું ઘણું માઠું લાગ્યુ હતું. તે વિચારતી હતી કે શું શરીરના અંગોમાં બદલાવ ન કરીએ, તો સફળ ના થઈ શકાય? તે સમયે લોકો તો ઠીક મીડિયાના અહેવાલમાં પણ મને શ્યામ વર્ણની અભિનેત્રી કહેવામાં આવતી હતી. પ્રિયંકાએ શરૂઆતમાં ઘણીવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દેવાનું વિચાર્યુ હતું.