લેહના અલ્ચીમાં ૪.૬ તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
નવીદિલ્હી, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યુ આ ઝટકો રિક્ટર સ્તર પર ૪.૨ તીવ્રતાની સાથે આવ્યો હતો. જાે કે હજું સુધી જાનમાલના નુકસાનના સમાચાર આવ્યા છે. ત્યારે એનસીએ મુજબ ભૂકંપનું કેન્દ્ર અલચીથી ૮૯ કિલોમીટર દક્ષિણ પશ્ચિમ (એસડબ્લ્યૂ) માં અનુભવાયો. ભૂકંપ સપાટીથી ૫ કિલોમીટરની ઉંડાઈથી આવ્યો.જાે કે કોઇ જાનહાનીના સમાચાર નથી.
ધ્યાન રહે કે લેહમાં ગત કેટલાક મહિનાઓ સતત ભૂકંપના ઝટકા અનુભવ કરવામાં આવી રહ્યો છે. આ પહેલા અહીં ૨૫ માર્ચે પણ ભૂકંપ આવ્યો હતો. ત્યારે આની તીવ્રતા ૩.૫ હતી. માર્ચની પહેલા ગત ૨૭ સપ્ટેમ્બર અને ફરી ૬ ઓક્ટોબરે કંપન અનુભવાયું હતુ. સપ્ટેમ્બરમાં આવેલા ભૂકંપની તીવ્રતા ૩.૭ અને ઓક્ટોબરમાં ૫.૧ હતા.HS