લેહને પોતાનું પ્રથમ હવામાન કેન્દ્ર મળ્યું
લદ્દાખ, કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં હવામાનશાસ્ત્ર કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર લદ્દાખમાં હવામાન સંબધી ચેતવણી આપવાનું કાર્ય કરશે. આ હવામાનશાસ્ત્ર કેન્દ્રની રચના 3500 મીટરની ઉંચાઇ પર કરવામાં આવી છે.આ કેન્દ્રનું ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય આૃર્થ સાયન્સ પ્રધાન હર્ષવર્ધને જણાવ્યું હતું કે ભારતમાં આટલી વધારે ઉંચાઇ પર બનાવવામાં આવેલુ આ પ્રથમ હવામાનશાસ્ત્ર કેન્દ્ર છે. આ કેન્દ્ર લેહ અને કારગીલ માટે ત્રણ દિવસ(ટૂંકા ગાળા), 12 દિવસ(મધ્યમ ગાળા) અને 30 દિવસ(લાંબા ગાળા)ના હવામાનની આગાહી કરશે.
લેહ અને કારગીલમાં સમગ્ર વર્ષ દરમિયાન વિષમ આબોહવા જોવા મળે છે. દ્રાસ સેક્ટરમાં તાપમાન માઇનસ 40 સુધી જાય છે. આ કેન્દ્ર નુબ્રા, ચંગથાંગ, પેનગોંગ લેક, ઝંસકાર, કારગીલ, દ્રાસ, ખાલસી જેવા પર્યચન સૃથળો માટે પણ હવામાનની આગાહી કરશે.