લૉકડાઉનથી ચાના ઉત્પાદનને વિપરિત અસર, 80 મિલિયન કિ.ગ્રામનો ઘટાડો થશે
ચાના ખર્ચમાં કિ.ગ્રામ દીઠ રૂ. 60 થી 70નો વધારો થયો છે પણ ટી પેકર્સને દહેશત છે કે જો રિટેઈલ કિંમતમાં ઘટાડો કરવામાં આવશે તો માંગને માઠી અસર થશે.
કોલકાતા, દેશમાં ચાના ઉત્પાદનમાં 80 મિલિયન કિલોગ્રામ જેટલો ઘટાડો થવાની અપેક્ષા છે અને કોરોના વાયરસ મહામારીને કારણે દેશવ્યાપી લૉકડાઉનને કારણે ખર્ચમાં કિલોગ્રામ દીઠ રૂ. 60થી 70નો વધારો થયો છે અને ચાના બગીચાઓના કામકાજને ભારે માઠી અસર થઈ હોવાનુ ઉદ્યોગના સંગઠનનો અંદાજ છે.
ફેડરેશન ઓફ ઑલ ઈન્ડીયા ટી ટ્રેડર્સ એસોસિએશન (FAITTA) ના ચેરમેન શ્રી વિરેન શાહ જણાવે છે કે “ભારતમાં ચાનુ વાર્ષિક ઉત્પાદન 1300 મિલિયન કિલોગ્રામ જેટલુ થાય છે, આમ છતાં લૉકડાઉન દરમ્યાન લાદવામાં આવેલાં નિયંત્રણોને કારમે ટી પ્લાન્ટેશનમાં ઓછા શ્રમિકોને કામે લગાડી શક્યા હતા. આ કારણે માર્ચ અને એપ્રિલના ઉત્પાદનને માઠી અસર થઈ છે. અમારો અંદાજ છે કે આને પરિણામે 2020માં ચાના ઉત્પાદનમાં આશરે 80 મિલિયન કિલોગ્રામ જેટલો ઘટાડો થશે. આ કારણે ચા ઉદ્યોગને અંદાજે રૂ. 2,000 કરોડની ખોટ જશે.” ફેડરેશને લૉકડાઉનની ચાના ઉત્પાદન, પુરવઠા અને માંગ ઉપર થયેલી અસરનુ વિગતવાર અંદાજ મુક્યો છે.
ભારતમાં ચાનો વપરાશ વાર્ષિક 1080 મિલિયન કિલોગ્રામ જેટલો છે, એટલે કે માસિક 90 મિલિયન કિલોગ્રામ ગણી શકાય. ઘરમાં થતા ચાના વપરાશ સિવાય રોડ ઉપરના ટીસ્ટોલ્સ, રેસ્ટોરન્ટસ, કાફે, અને હોટલ્સ નો વપરાશ આશરે 40 ટકા જેટલો એટલે કે માસિક 36 મિલિયન કિલોગ્રામ જેટલો છે. આ બધુ બે માસ સુધી બંધ રહેવાને કારણે વપરાશમાં 70 મિલિયન કિલોગ્રામ જેટલો ઘટાડો થયો હોય તેમ બની શકે છે.
“રિટેઈલ બજારમાં કાર્યરત ટી પેકર્સના વેચાણના આંકડા પૂરવાર કરે છે કે ઘરમાં થતા ચાના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થયો છે,” તેમ શ્રી શાહનુ કહેવુ છે. શ્રી શાહે વધુમાં એમ પણ જણાવ્યુ હતું કે “લૉકડાઉન દરમ્યાન ચાના વપરાશમાં થોડો વધારો થયો હોય તેમ બની શકે છે, પણ તે ઘરની બહાર થતા ચાના વેચાણમાં થયેલા ઘટાડાની ખોટ પૂરવા માટે પૂરતો નથી.”
ફેડરેશન જણાવે છે કે આ સ્થિતિને કારણે ગયા વર્ષની તુલનામાં ચાના ભાવમાં વધારો થવાની અપેક્ષા છે. ફાર્મ ગેટ કીંમતમાં સરેરાશ રૂ. 60થી 70નો વધારો થાય તો તેનાથી માંગ અને પૂરવઠાના વાસ્તવિક ચિત્રને અસર થશે નહી.
શાહ જણાવે છે કે “બજારમાં અતાર્કિક વધઘટ થાય તેમ નહી હોવાને કારણે બજારમાં માંગ અને પુરવઠામાં નોંધપાત્ર અસમતુલા ઉભી થાય તેવી સ્થિતિ નહી સર્જાય અને માંગ અને પુરવઠો મહદઅંશે સમતોલ રહેશે.” ફેડરેશન જણાવે છે કે ચાનો ખર્ચ જ્યારે વધી ગયો છે ત્યારે દેશવ્યાપી લૉકડાઉનને કારણે નોકરીઓમાં ઘટાડો, પગાર કાપ વગેરે થવા ઉપરાંત શ્રમિકોનુ દેશવ્યાપી સ્થળાંતર થયુ છે. આ પરિબળો ચાના પેકર્સ માટે ભારે અવરોધરૂપ છે અને રિટેઈલર્સ ચાના ભાવમાં વધારો કરી શકે છે.
“ભારતના મોટા ભાગના ઘરોમાં ચા ખાણી-પીણીનુ મહત્વનુ ઘટક છે, આમ છતાં લોકોની વપરાશપાત્ર આવકમાં ઘટાડો થતાં તેનો વપરાશ ઘટયો છે. લૉકડાઉનને કારણે ઘણી મોટી સંખ્યા ધરાવતા લોકોની આર્થિક હાડમારી વધી છે. ચાની રિટેઈલ કિંમતમાં ઘટાડો થાય તો ચાની માંગમાં વધુ ઘટાડો થઈ શકે છે. આ સ્થિતિ ટી પેકર્સ અને રિટેઈલર્સને અત્યંત કપરી પરિસ્થિતિમાં મુકી દેશે,” તેવુ શ્રી શાહ જણાવે છે.